ગાંધીનગર હાઈવે પર અડાલજ પાસે હોટલમાં ચાલતું જુગારધામ ઝડપાયું, રૂમમાંથી લાયસન્સ વગરની રિવોલ્વર મળી

0
14

ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર અડાલજ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલી હોટલ ક્રિતિકામાં ચાલતું જુગારધામ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યું છે. પોલીસે આઠ જુગારીઓની ધરપકડ કરી 45 હજાર રોકડા, પાંચ બાઇક, 9 મોબાઈલ અને એક રિવોલ્વર સહિત રૂ. 1.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નરેશ આહુજા નામનો શખ્સ આ હોટલમાં જુગાર રમાડતો હતો. હોટલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ગઢવીએ હોટલમાં જુગાર રમવા રોજના 3000 ભાડું લેતો હતો. પોલીસને હોટલના એક રૂમમાંથી ગેરકાયદે દેશી બનાવટની રિવોલ્વર પર મળી આવી હતી. પોલીસે તમામની ધરપકડ કરી પૂછપરછ કરી છે.

રૂમમાં ખુરશી પર બેસીને શખ્સો પ્લાસ્ટિકના કોઈન પર જુગાર રમતા હતા
(રૂમમાં ખુરશી પર બેસીને શખ્સો પ્લાસ્ટિકના કોઈન પર જુગાર રમતા હતા)

 

SRPની ટીમે મોડી રાતે હોટલમાં દરોડો પાડ્યો હતો

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીનગર-અમદાવાદ હાઇવે પર અડાલજ પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર આવેલી હોટલ ક્રિતિકામાં અમદાવાદના કેટલાક શખ્સ જુગાર રમી રહ્યા છે. જેથી SRPની ટીમ સાથે હોટલમાં મોડી રાતે પોલીસે દરોડો પાડ્યો હતો. હોટલના રૂમ નંબર 105માં તપાસ કરતા ખુરશી પર બેસી કેટલાક શખ્સ પ્લાસ્ટિકના કોઈન પર જુગાર રમતા હતા.

રૂમમાંથી પ્લાસ્ટિક કોઈનની સાથે પાન-મસાલા અને ગુટખા મળી આવી હતી
(રૂમમાંથી પ્લાસ્ટિક કોઈનની સાથે પાન-મસાલા અને ગુટખા મળી આવી હતી)

 

છેલ્લા 20 દિવસથી આ રીતે જુગારધામ ચાલતું હતું

નરેશ ઉર્ફે સાંઈરામ આહુજા (રહે. ગોતા) નામનો શખ્સ આ જુગાર રમાડતો હતો. હોટલના માલિક રાજભા ગઢવી છે અને તેમને 3000 રૂપિયા રોજ ચૂકવે છે. ત્યારે દરેક ખેલી પાસેથી એડવાન્સ પેટે રૂ. 5000 લઈ હોટલ પર જુગાર રમાડવા લાવતો હતો. 20 દિવસથી આ રીતે જુગારધામ ચલાવે છે. ગોતા રોડ પર આવેલી બેઠક હોટલ પર પાનમસાલો ખાવા પરેશભાઈ નામનો વ્યક્તિ મળ્યા હતા. જુગાર રમવાની વાત કરતા તેમના મિત્ર રાજભા ગઢવીની હોટલ હોવાનું કહી બધી સગવડ કરી આપશે કહ્યું હતું અને જુગાર રમવા આવતા હતા. રાજભા રૂમ નંબર 110માં હોવાનું કહ્યું હતું.

હોટલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ગઢવી
(હોટલ માલિક કુલદીપરાજ ઉર્ફે રાજભા ગઢવી)

 

શખ્સ રિવોલ્વર રાજસ્થાનના રણુજા મેળામાંથી રૂ. 2700માં લાવ્યો હતો

પોલીસે રૂમ નંબર 110માં તપાસ કરતા રાજભા ગઢવી મળી આવ્યો હતો. પોલીસે લાકડાના એક કબાટમાં તપાસ કરતા એક દેશી બનાવટની રિવોલ્વર મળી આવી હતી. જે બાબતે લાયસન્સ માંગતા તેની પાસે ન હોવાનું કહ્યું હતું. વધુ પૂછપરછ કરતા આ રિવોલ્વર રાજસ્થાનના રણુજા ખાતે મેળામાંથી રૂ. 2700માં લાવ્યો હતો. પોલીસે આ તમામ લોકોની ધરપકડ કરી છે અને રિવોલ્વરનો ક્યાંય ઉપયોગ થયો છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે.

જુગારીઓના નામ

નરેશ ઉર્ફે સાંઈરામ આહુજા (રહે. ગોતા)
સંજય લામરુન (રહે. ચેનપુર)
ગિરીશ સોની (રહે. નવાવાડજ)
હિતેન્દ્ર મકવાણા (રહે. શાહીબાગ)
આનંદ ભટ્ટ (રહે. રિલીફ રોડ)
અરવિંદ બધેલ (રહે. અસારવા)
અબુલ હસન અંસારી (રહે. ગોમતીપુર)
કુલદીપરાજ ઉર્ફે રાજભા ગઢવી (રહે. ગઢવી સોસાયટી, નવરંગપુરા)
પરેશભાઈ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here