પાટણમાં હનીટ્રેપની ઘટનામાં ર મહિલાઓ સહિત ૧૧ ની ગેંગ ઝડપાઇ

0
52

( અહેવાલ : રવિ કાયસ્થ )

પાટણ તા. ૧૪ : પાટણમાં હનીટ્રેપની ઘટનામાં ર મહિલાઓ સહિત ૧૧ શખ્સોની ગેંગને પોલીસે ઝડપી પાડી છે.

પો.અધિ. પાટણ શોભા ભુતડાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ. વાય.કે.ઝાલા એલ.સી.બી.ની તથા મીસીંગ સેલની અલગ અલગ ત્રણ ટીમો બનાવી ઉપરોકત ગુના લગત ખાનગી બાતમી દારો દ્વારા આરોપીઓ બાબતે હકીકત મેળવવા સારૂ તપાસમાં હતા.

પો.સબ.ઇન્સ. શ્રી વાય.કે.ઝાલાનાઓને ખાનગી રાહે હકીકત મળેલ કે થરાના કેટલાક માણસોએ તેમના અન્ય સાગરીતો સાથે મળી આ ગુનાને અંજામ આપેલ હોવાનો શક છે. અને આ શકમંદ ઇસમોના અમારા બાતમીદારો દ્વારા નામ મેળવતા (૧) ઠાકોર કરણજી ઉર્ફે કડવાજી શંભુજી નાગરજી (ર) ઠાકોર અશોકજી ઉર્ફે જોશવર પ્રધાનજી (૩) ગાડલીયા(લુહાર) પ્રકાશકુમાર કલ્યાણભાઇ (૪) પરમાર સુરેશભાઇ રહે. તમામ થરા તા. કાંકરેજ વાળાઓએ હોવાનું જણાઇ આવેલ જેથી ટીમ સાથે થરા મુકામે જઇ આ ઉપરોકત ચારેય ઇસમોને પકડી એલ.સી.બી.કચેરી પાટણ ખાતે લાવી ઉપરોકત ગુનાના કામે સઘન પુછ પરછ કરતા આ તમામ ઇસમો ઉપરોકત ગુનાની કબુલાત કરતા હોય નજીકમાંથી બે પંચોના માણસો બોલાવી પંચો રૂબરૂ આ ચારેય ઇસમોની વારાફરથી પુછપરછ કરતા આ ચારેય ઇસમોએ તેમના સાગરીતો (૧) પરમાર દિપકકુમાર ભાઇલાલભાઇ તથા (ર) પરમાર સુરેશકુમાર નાગરભાઇ તથા (૩) ઠાકોર મેઘાજી અજમલજી તથા (૪) ઠાકોર કાળુજી દિપસંગજી તથા (પ) ઠાકોર ગોવિંદજી ભોમાજી રહે. નં.૧ થી પ કુણપેર તા.જી. પાટણ તથા (૬) બ્લોચ ફીરોજખાન મોહમદખાન તથા (૭)બ્લોચ શબાના ઉર્ફે સાબેસ ફીરોજખાન તથા (૮) બ્લોચ ઇબ્રાહીમ ઉર્ફે સની પારેખાન રહે.

નં. ૬ થી ૮ પાટણ ખાનસરોવર તા.જી.પાટણ તથા (૯) ઠાકોર સોનલબેન ડો./ઓફ અમરતજી હવકાજી રહે. થરા રબારીવાસની સામે તા.કાંકરેજ તથા (૧૦) લુહાર થીરાગ રહે અમદાવાદ સાથે મળી કાવતરૂ રચી ઉપરોકત ગુનાને અંજામ આપેલ હોવાનું જણાવતા હોય જે પૈકી ઠાકોર કાળુજી દિપસંગજી તથા ઠાકોર ગોવિંદજી ભીમાજી તથા લુહાર ચિરાગ સિવાય તમામ આરોપીઓને અટક કરવામાં આવેલ છે તેમજ તમામ પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ.૧પ,૪૬,૦૦૦ તથા મોબાઇલ નંગ-૪ કિ. રૂ.૧પ,પ૦૦ તથા સોનાની વીંટી નંગ-૧ કિ. રૂ. ૩૦,૦૦૦ તથા એક કોલેજ બેગ કિ.રૂ.૧૦૦ મળી કુલ રૂ.૧પ,૯૧,૬૦૦ નો મુદામાલ જપ્ત કરેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here