રાધનપુરમાં ભાજપના ગઢમાં પડ્યું ગાબડું
નિરાશ્રિત ઠાકોર સમાજ કોંગ્રેસમાં જોડાયા
રઘુભાઈ દેસાઈ થયા મજબૂત
પાટણ શહેરના રાધનપુર વિધાનસભા બેઠકમાં રસાકસી જામી છે. એક તરફ ભાજપ માં લવિંગજી ઠાકોર છે તો બીજી તરફ કોંગ્રેસ માંથી રઘુભાઈ દેસાઈ છે. હાલ તો એક બીજા જીતવાના પ્રયત્નો સાથે અલગ અલગ સમજો ને કવર કરતા નજરે પડી રહ્યા છે. જેમાં આજરોજ ભાજપ ના ગઢ ગણાતા નિરાશ્રિત ઠાકોર સમાજમાં રઘુભાઈ દેસાઈએ ગાબડું પડતા કોંગ્રેસેના જીતવાના ચાન્સ વધી ગયા છે. રાધનપુર વિધાનસભામાં નિરાશ્રિત ઠાકોર સમાજ ના 32 હજાર વોટ છે. આ સમાજ ઠાકોર લખવતા હોય ઠાકોર સમાજ ના વોટ સાથે ગણતરી થતા 1 લાખ વોટ ગણવામાં આવે છે. આ ગણતરી માં નિરાશ્રિત ઠાકોર સમાજ ના 32 હજાર વોટ ની ગણતરી થાય છે આ વોટરો વર્ષો થી ભાજપ પક્ષ ને વોટ આપતા આવ્યા છે. જે ભાજપ થી નારાજ થઈ આજઓરજ કોંગ્રેસ માં જોડાતા ભાજપમાં ગાબડું પડ્યું છે.
બાઈટ : ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ
રઘુભાઈ દેસાઈને સમર્થન આપ્યા બાદ આ સમાજ ના શૈક્ષણિક વિકાસ,ગામતળ જમીનો,બક્ષીપંચ માં સમાવેશ વિગેરે મુદ્દાઓ થી વંચિત સમાજ ને પૂરેપૂરી મદદ કરવાની ખાત્રી આપતા સમગ્ર વિધાનસભા નો નિરાશ્રિત સમાજ પ્રથમ વખત કોંગ્રેસ માં જોડાતા દેખીતી રીતે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વર્ષોથી ભાજપ સાથે ચાલતા સમાજનું મોટું ગાબડું પડતા કોંગ્રેસને મોટો ફાયદો જોવા મળી રહ્યો છે.
ચેતન રામી પાટણ