જાફરાબાદ : બાબરકોટ ગામે ગામનાં તેજસ્વી વિધાર્થીઓનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ.

0
27

બાબરકોટ ગ્રામ પંચાયત આયોજિત સન્માન સમારોહ ગામનાં 120 થી વધું વિધાર્થીઓને વિવિધ અભ્યાસમા સફળતા બદલ વિવિધ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

જેમાં ધોરણ 1 થી 12 , કૉલેજ , M A , B. ED, ડિપ્લોમા ,ડીગ્રી ,BSC , નર્સિંગ , વગેરે વિવિધ સ્તરે સફળ થયેલ 120 વધું વિધાર્થીઓને સન્માન કરવામાં આવ્યાં હતાં.

 

તેમજ વિવિધતા મા એકતા ગ્રુપ બાબરકોટ દ્રારા કાર્યક્રમ  સંચાલન કરવામાં આવ્યુ હતુ.

તેમજ ગામની  15 વિવિધ રાસ ગરબાનાં ગ્રુપ દ્રારા ગરબાનાં રાસ રમાડવામાં આવ્યાં હતાં.

તેમાં 100 થી બાળાઓ જોડાઇ હતી .તમામ બાળાઓને પણ ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

તદ્ઉપરાંત સૌથી અગત્યની બાબત એ હતી કૈ સન્માન સામરોહમા બાબરકોટ ગ્રામ પંચાયત દ્રારા ધોરણ 10 મા પાસ થનાર અને  70% થી વધું માર્ક્સ મેળવેલ તમામ  વિધાર્થીઓને 5000/- નાં ઈનામથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

તેમાં પ્રથમ નંબર કમલેશ કરસનભાઈ , બીજા નંબરે હિતેશ નનાભાઈ ભાલિયા , ત્રીજા નંબરે સુનિલ કાનજીભાઈ સાંખટ અને તુલસીબેન નીતિનભાઈ સાંખટ અને ચોથા નંબર વાઘેલા દક્ષાબેન ખોડૂભાઈ વાઘેલા ને એમ તમામ વિધાર્થીઓને બાબરકોટ ગ્રામ પંચાયત દ્રારા  5000/- રૂપિયા નું ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

બાબરકોટ ગામનો best student of the year 2019નો એવોર્ડ પ્રથમ વિપુલ ભાયાભાઈ સાંખટ ને આપવામા આવ્યો હતો. બીજો નંબર સુનિલ કાનજીભાઈ સાંખટને આપવામા આવેલ હતો .જ્યારે best student of the year 2019 નો ત્રીજો નંબર સંગીતાબેન સુખાભાઈ સાંખટ ને આપવામા આવેલ હતો.

સન્માન સામરોહ દરમ્યાન વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સરપંચશ્રી અનકભાઈ છનાભાઈ સાંખટ તથા પ્રવીણભાઈ મૂંજાભાઈ બાંભણીયા , તાલુકા પંચાયત નાં સભ્યશ્રી હરેશભાઈ મકવાણા તેમજ બાબરકોટ ગ્રામ પંચાયત તમામ સભ્યશ્રીઓ  ઉપસ્થિત રહ્યાં હતાં….તેમજ ગામનાં બહોળી સંખ્યામા ગ્રામજનો  ગામનાં તેજસ્વી વિધાર્થીઓને સન્માન કરવામા માટે લોકોની મોટાં પ્રમાણમા હાજરી જોવા મળી હતી. લોકોને બેઠવા માટે જગ્યા ઓછી પડી હતી…..

તેમજ સરપંચશ્રી દ્રારા તમામ વિધાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ પ્રગતિ કરે તેવી વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here