ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘દુર્ગામતી’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું, 11 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર સ્ટ્રીમ થશે.

0
5

ભૂમિ પેડનેકર ટૂંક સમયમાં ફિલ્મ ‘દુર્ગામતી’માં દેખાશે. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ દમદાર થ્રિલરમાં માહી ગિલ, જિશુ સેનગુપ્તા અને કરણ કપાડિયા, અરશદ વારસી પણ સામેલ છે. આ ફિલ્મ 11 ડિસેમ્બરે એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થવાની છે.

ટ્રેલર ભૂમિએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, ‘દુર્ગમતી ટ્રેલર. મેં આને તમારા બધા સાથે શેર કરવા માટે ઘણી રાહ જોઈ છે. આ લોહી, પરસેવો અને અથાગ પરિશ્રમ છે. આમાંથી અમુક મોમેન્ટ એવી છે જેમાં ખુશી છે અને અમુક એવો સમય છે જેમાં દર્દથી રડી છું. મારું અત્યાર સુધીનું સૌથી સ્પેશિયલ અને ચેલેંજિંગ કામ.’

આગળ એક્ટ્રેસે તેના કો-સ્ટાર અક્ષય અને ડિરેક્ટરનો આભાર માનતા લખ્યું, ‘આભાર અક્ષય, અશોક, વિક્રમ અને ભૂષણ કુમાર આને હકીકત બનાવવા બદલ અને મારા પર ભરોસો કરવા માટે. તમારા બધા માટે માત્ર પ્રેમ અને આભાર.’

 

‘ભાગમતી’ની ઓફિશિયલ રીમેક

સાઉથ એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટીની તેલુગુ ફિલ્મ ‘ભાગમતી’ની હિંદી રીમેક ‘દુર્ગામતી’ છે. ‘ભાગમતી’માં મહિલા IAS ઓફિસર ચંચળ રેડ્ડી ભૂતિયા ઘરની અંદર બંધક બને છે. ચંચળ રેડ્ડીમાં આત્માનો પ્રવેશ થાય છે. ઓરિજિનલ ફિલ્મના ડિરેક્ટર જી અશોક જ આ ફિલ્મના ડિરેક્ટર છે.

ભૂમિ પેડનેકર સ્ટારર ફિલ્મ ‘દુર્ગાવતી’નું નામ બદલીને ‘દુર્ગામતી’ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે અને અક્ષય કુમાર અને ભૂષણ કુમાર તેને પ્રેઝન્ટ કરી રહ્યા છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here