કડા ખાતે શ્રી શિવ શક્તિ સેવા મંડળ ટ્રસ્ટ મુંબઇ દ્વારા આયોજિત સમુહ લગ્નોત્સવ યોજાયો.

0
43
વિજાપુર તાલુકાના માણેકપુરા પાટીયાં ખાતે આવેલ શ્રી શિવ શક્તિ સેવા મંડળ ટ્રસ્ટ મુંબઇ દ્વારા આયોજિત શ્રી  બાવીસ  ગામ તપોધન બ્રાહ્મણ સમાજ નો ૨૯ મો સમુહ લગ્નોત્સવ અને સમુહ ઉપનયન સંસ્કાર યોજાયો હતો જેમાં ૧૫ બટુકોએ જનોઈ ધારણ કરી હતી અને સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડયા હતાં.
વિઝન
૭ નવદંપતિઓએ બેટી વધાવવાના શપથ સાથે પ્રભુતામાં પગલાં પાડયા.
સમુહ યજ્ઞોપવિત સંસ્કાર યોજાયો જેમાં ૧૫ બટુકોએ જનોઈ ધારણ કરી.
કડા પાસે આવેલ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ કમુબા સંકુલ ખાતે તા.૯|૨|૨૦૨૦ ને રવિવાર ના રોજ શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ નો  શિવશક્તિ સેવા મંડળ ટ્રસ્ટ, મુંબઈ દ્વારા આયોજિત જ્ઞાતિ વિવાહ ૨૯ મો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડવા સાથે દીકરી નો ગર્ભપાત નહી કરાવવાનાં  શપથ લીધાં હતા આ ઉપરાંત સમુહ યજ્ઞોપવિત ઉપનયન સંસ્કાર નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૫ બટુકોએ જનોઈ ધારણ કરી હતી.
બાઈટ : ઋષિકેસભાઇ પટેલ ( ધારાસભ્ય વિસનગર  )
આ સમુહ લગ્નોત્સવ અને યજ્ઞોપવિત સંસ્કાર  કાર્યક્રમ ના ભોજન ના દાંતા શાહપુર નિવાસી ભુપેનભાઇ ડાહ્યાલાલ રાવલ તથા અરવિંદભાઇ ડાહ્યાલાલ રાવલ તથા હસમુખભાઈ ઈન્દ્રવદનભાઇ રાવલ પરિવાર તથા  મંડપ ના દાંતા બચુભાઈ શંકરલાલ રાવલ તથા પત્રિકા ના દાતા વિનોદભાઇ ચંદુભાઇ રાવલ પરિવાર દ્વારા યોજાયો હતો શિવશક્તિ  સેવા મંડળ મુંબઈ ના ચેરમેન સુરેશ ભાઇ લક્ષ્મણદાસરાવલ , વાઇસ ચેરમેન ગુણવંતભાઇ નટવરભાઇ રાવલ  તેમજ શિવશક્તિ મંડળ ના ટ્રસ્ટીઓ કો.ટ્રસ્ટીઓ તથા શ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ ના પ્રમુખ રતિશભાઇ છગનલાલ , મંત્રી શૈલેષભાઈ લક્ષ્મણદાસ રાવલ તથા બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ ના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
વિઝન

 

આ પ્રસંગે વિસનગર ના ધારાસભ્ય  ઋષિકેસ ભાઇ પટેલ  પણ ઉપસ્થિત રહી નવદંપતિ ઓને નવા જીવન ની શુભેચ્છાઓ પાઠવી હતી તો કડા ખાતે રહેતાં રાવલ સમાજના ભાઇઓએ પણ દર વર્ષ ની જેમ સાથ સહકાર આપ્યો હતો અને ૨૯ મો સમુહ લગ્નોત્સવ સફળ રહ્યો હતો અને રાવલ સમાજ ના સાત હજાર થી પણ વધુ લોકો સમુહ લગ્નોત્સવ માં ઉપસ્થિત રહ્યા હતાં વિનુભાઇ રાવલ , નર્મદભાઇરાવલ , પ્રદિપભાઇ રાવલ  , સુનીલભાઇ રાવલ , નરહરિ ભાઇ રાવલ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સમગ્ર મંચ ઉપર નુ સફળ સંચાલન મહેશભાઈ રાવલ તથા હિતેન્દ્રભાઇ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું.
બાઇટ : શૈલેષભાઇ લક્ષ્મણદાસ રાવલ  (મંત્રીશ્રી બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજ )

<

રિપોર્ટર : સંજય રાવલ, CN24NEWS, પ્રાંતિજ, સાબરકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here