Wednesday, September 28, 2022
Homeગુજરાતપાટણમાં યુનિવર્સિટીની અડધો કિમી લાંબી તિરંગા યાત્રા નીકળી

પાટણમાં યુનિવર્સિટીની અડધો કિમી લાંબી તિરંગા યાત્રા નીકળી

- Advertisement -

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા 12 ઓગસ્ટના રોજ સંલગ્ન પાંચ જિલ્લામાં જિલ્લા મથકો ઉપર આવેલી કોલેજમાં રન ફોર તિરંગા કાર્યક્રમનું સવારે 9:00 કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જે તે જિલ્લાની કોલેજમાં વિદ્યાર્થીઓ એકત્ર થઈ હાથમાં તિરંગા સાથે 2 કિમીના રૂટમાં રન ફોર તિરંગા યાત્રાનું આયોજન કર્યુ હતું. જે અંતર્ગત પાટણ જિલ્લાનો રન ફોર તિરંગા કાર્યક્રમ શહેરની પીકે કોટાવાળા કોલેજ કેમ્પસ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જિલ્લાભરની કોલેજોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રાને યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરા, ઈસી સભ્ય શૈલેષ પટેલ, કોલેજના આચાર્ય લલિત પટેલ , શારીરિક નિયામક ડૉ. ચીરાગ પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા કેમ્પસમાંથી નીકળી કૉલેજ રોડથી યુનિવર્સિટી રોડ થઈ રેલવે સ્ટેશન થઈ બગવાડા દરવાજા થી પરત આદર્શ હાઇસ્કુલ રોડ થઈ કોલેજ કેમ્પસ ખાતે પરત આવી સંપન્ન થઈ હતી.

આ યાત્રામાં અંદાજે 2 હજારથી વધુ વિદ્યાર્થિઓ જોડાતા અડધા કિમીની લાંબી આ યાત્રા નીકળી હતી. જેમાં હજારો ત્રિરંગા છાત્રોના હાથમાં લહેરાયા હોય સાથે દેશભક્તિના નારા અને ગીત સાથે રસ્તાઓ પર નીકળતા દેશભક્તિનો માહોલ જામ્યો હતો. યુનિવર્સિટીના શારીરિક નિયામક ડૉ.ચિરાગ પટેલે જણાવ્યું હતું કે, સંલગ્ન દરેક કોલેજોમાંથી 50 વિદ્યાર્થીઓ જિલ્લા મથકે નક્કી કરાયેલી કોલેજ ખાતે આવે તે માટે રજીસ્ટ્રેશન પણ કરાયું હતું. ઉત્તર ગુજરાતમાં પાંચેય જિલ્લામાં રન ફોર તિરંગા કાર્યક્રમમાં હજારો વિદ્યાર્થિઓ જોડાયાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular