Thursday, August 5, 2021
No menu items!
Homeસુરતના અમરોલીમાં મહિલાની અર્ધનગ્ન લાશ મળી
Array

સુરતના અમરોલીમાં મહિલાની અર્ધનગ્ન લાશ મળી

સુરતના અમરોલી છાપરાભાઠા ખાતેથી ગૂમ થયેલી મહિલાનો અર્ધનગ્ન અવસ્થામાં મૃતદેહ મળી આવ્યો હોય છે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હોય છે. જો કે મહિલાના પરિવારજનોએ આક્ષેપ સાથે કહ્યું કે, મહિલાની સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે. જેથી મહિલાને ન્યાય અપાવવા માટે પોલીસે હત્યારાઓને વહેલી તકે ઝડપી લે. 48 કલાકમાં આરોપીઓને ઝડપીને પોલીસ કાર્યવાહી કરે. નહિ તો અમરોલી પોલીસ મથકે સોસાયટીના રહિશો દ્વારા ઘેરાવ કરવામાં આવશે. હાલ તો 42 વર્ષીય મૃતકના મૃતદેહ મળવા અંગે રહસ્ય ઘેરાયું છે.

19મીએ સંતોષીબેન ગૂમ થયા હતા

અમરોલી છાપરાભાઠા રોડ પુરૂષોત્તમ નગરમાં રહેતા સંતોષીબેન કેવટ(42)ના પતિ રેડીમેડ કપડાની દુકાન અને શાકભાજીનો ધંધો કરે છે. ગઈ તા.19મીએ સંતોષીબેન ગૂમ થયા હતા. જેથી તેમના પરિવારજનોએ તેમની શોધખોળ હાથ ધરી હતી. જોકે તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. મંગળવારે રાત્રે તેમના ઘર નજીક ઝાડીઓમાંથી સંતોષીબેનની લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા અમરોલી પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી હતી. જોકે સંતોષીબેનનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે.

મોતને લઈને રહસ્ય ઘેરાયું

સંતોષીબેનનું મોત કેવી રીતે નિપજ્યું તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. પોલીસે સંતોષીબેનના મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. અને આ મામલે હત્યાનો ગુનો નોંધી તપાસ શરુ કરી છે.જો કે સ્થાનિકો અને પરિવારના લોકોએ આરોપ લગાવ્યો છે કે દુષ્કર્મ આચરીને હત્યા કરવામાં આવી છે. જેથી પોલીસ આરોપીઓને ઝડપથી નહી પકડે તો પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની સ્થાનિકો દ્વારા એકઠા થઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments