સુપ્રીમ કોર્ટમાં આંદોલન અંગે સુનાવણી ટળી, CJIએ કહ્યું- શહેરને જામ ન કરી શકો

0
6

નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન માટેની સુનાવણી હાલ ટળી ગઈ છે. કોર્ટમાં કોઈ ખેડૂત સંગઠન ન હોવાના કારણે કમિટિ અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ખેડૂતો સાથે વાત કરીને જ પોતાનો નિર્ણય સંભળાવશે. આગળ આ મામલાની સુનાવણી બીજી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજા છે,એવામાં વેકેશન બેન્ચ આની સુનાવણી કરશે.

કોર્ટરૂમ
ચીફ જસ્ટિસઃ

ખેડૂત હિંસાને પ્રોત્સાહન ન આપી શકે, ન તો કોઈ શહેરને બ્લોક કરી શકે છે. દિલ્હીને જામ કરવાથી લોકોને ભૂખ્યા રહેવું પડી શકે છે. તમારો હેતું વાતચીતથી પુરો થઈ શકે છે, માત્ર ધરણા પર બેસવાથી કામ નહીં થાય.

ચીફ જસ્ટિસઃ

વિરોધ પ્રદર્શન ત્યાં સુધી બંધારણીય છે, જ્યાં સુધી તેનાથી કોઈ સંપત્તિને નુકસાન ન થાય અથવા તો કોઈના જીવને નુકસાન ન થાય. કેન્દ્ર અને ખેડૂતોએ વાત કરવી જોઈએ. અમે એક નિષ્પક્ષ અને સ્વતંત્ર કમિટિ બનાવવા અંગે વિચાર કરી રહ્યાં છે, જેની સામે બન્ને પક્ષ પોતાની વાત મૂકી શકે.

ચીફ જસ્ટિસઃ

કમિટિમાં પી સાઈનાથ, ભારતીય કિસાન યૂનિયન અને અન્ય સંગઠનોને સભ્ય તરીકે સામેલ કરી શકાય છે. કમિટિ જે રિપોર્ટ આપે, તેને માનવો જોઈએ. ત્યાં સુધી પ્રદર્શન ચાલું રાખી શકે છે. પણ ખેડૂત હિંસાને પ્રોત્સાહન ન આપી શકે. ન તો કોઈ શહેરને બ્લોક કરી શકે છે.

એટર્ની જનરલઃ

પ્રદર્શનકારો માસ્ક નથી પહેરતા, તેઓ ભીડમાં બેઠા છે. કોરોનાના કારણે અમને ચિંતા છે. પ્રદર્શનકાર ગામમાં જઈને સંક્રમણ ફેલાવશે. ખેડૂત અન્યના અધિકારનું હનન ન કરી શકે.

ચીફ જસ્ટિસઃ

અમે કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનના અધિકારને સમજીએ છીએ અને તેને દબાવવાનો સવાલ જ નથી પેદા થતો. અમે માત્ર એ વાત પર વિચાર કરી શકીએ છીએ કે આંદોલનના કારણે કોઈનું મોત નહીં થાય.

ચીફ જસ્ટિસઃ

અમે કેન્દ્રને પૂછીશું કે હાલ પ્રદર્શન કેવી રીતે ચાલી રહ્યું છે. સાથે જ કહીશું કે આની પદ્ધતિમાં ફેરફાર કરાવવામાં આવે, જેથી લોકોની અવરજવર અટકી ન જાય.

પિટિશનર્સનું કહેવું છે કે આંદોલનને કારણે રસ્તા જામ થવાથી જનતા પરેશાન છે અને કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે. આ કેસમાં સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર, દિલ્હી, પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશ સરકાર પાસેથી જવાબ માગ્યો હતો. અમુક પિટિશનર્સે કૃષિ કાયદાને રદ કરવાની માગ પણ કરી છે.

કોર્ટે કહ્યું- એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ખેડૂતોનો મામલો ઝડપથી રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે, જેનો નિવેડો લાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવી જોઈએ, જેમાં ખેડૂત સંગઠનો અને સરકાર સાથે એગ્રિકલ્ચર એક્સપર્ટ પણ સામેલ થાય. કોર્ટે કોમેન્ટ કરી કે એવું લાગી રહ્યું છે કે કેન્દ્ર અને ખેડૂતોની અત્યારસુધીમાં જે વાતચીત થઈ છે એનાથી કોઈ નિવેડો નથી આવવાનો.

હાલમાં:

ટિકરી બોર્ડર પર આંદોલનમાં સામેલ 37 વર્ષના જયસિંહને હાર્ટ અટેક આવવાથી ગુરુવારે મોત થયું છે. તે બઠિંડાના તુંગવાલી ગામનો રહેવાસી હતો. આંદોલનમાં સામેલ લોકોમાંથી અત્યાર સુધી 7 અલગ અલગ કારણે મોત થઈ ચૂક્યાં છે.

ભારતીય ખેડૂત યૂનિયનના નેતા એમ એસ રાયનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટની નોટિસ નથી મળી. જ્યારે મળશે, ત્યારે તમામ ખેડૂત સંગઠન ચર્ચા કરીને આગળ નિર્ણય કરશે.

નાના વેપારીઓના હિતો માટે કામ કરનાર કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને પીયૂષ ગોયલને ચિઠ્ઠી લખી છે. તેમનું કહેવું છે કે ખેડૂતોના મુદ્દા પર સુપ્રીમ કોર્ટે જે કમિટિ બનાવી છે તેના માટે કહ્યું કે, તેમાં પણ CAITને પણ સામેલ કરવામાં આવે.

UPની ખાપ પંચાયત આજે આંદોલનમાં જોડાશે:

ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં ઘણા ખાપોએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું છે. આ ખાપ આજે દિલ્હીની સરહદ પર વિરોધપ્રદર્શનમાં જોડાશે.

શીખ સંતે ખેડૂતોના સમર્થનમાં આત્મહત્યા કરી:

65 વર્ષના સંત બાબા રામ સિંહ સિંધુ બોર્ડર પર ખેડૂતોના ધરણાંમાં સામેલ હતા. બુધવારે તેમને મંચ પર પાઠ કરવાના હતા, એટલા માટે મંચ પાસે જ ઊભા હતા. બપોરે 2.30 વાગ્યે તેમણે તેમના ડ્રાઈવર અને સાથીને થોડેક દૂર મોકલ્યા અને અચાનક પોતાની જાતને ગોળી મારી દીધી. તેમની સુસાઈડ નોટ પણ મળી છે, જેમાં લખ્યું છે કે મારું આ પગલું ખેડૂતોના હક અને સરકારના અત્યાચાર વિરુદ્ધ છે. ખેડૂતોનું દુઃખ સાંભળીને દુઃખી છું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here