ખંભાળિયામાં જઘન્ય કૃત્ય, શહેરમાં બે શખ્સોએ યુવકને નગ્ન અવસ્થામાં ફેરવ્યો

0
23

જામખંભાળિયામાં એક યુવાનને બે શખસે નગ્ન કરી શહેરમાં ફેરવ્યો હતો. ઘટનાને પગલે લોકોનાં ટોળાં જોવા માટે ઊમટી પડ્યા હતા. બે શખ્સે યુવાનના હાથ પકડી શહેરના રસ્તા પર નગ્ન અવસ્થામાં જ ફેરવ્યો હતો. એટલું જ નહીં, આ બે શખ્સે યુવકને લાફા પણ ફટકાર્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ યુવાને થોડા દિવસ પહેલાં જ જૂની અદાવતમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બે શખ્સોએ યુવાનને નગ્ન કરી શહેરમાં ફેરવ્યા પછી પોલીસને સોંપ્યો હતો. યુવાનને નગ્ન અવસ્થામાં જોઈ લોકો એકઠા થયા હતા. લોકોને જોઈને યુવાન બોલે છે કે સાબિત કરી બતાવજો. ત્યારે સાથે રહેલા બે શખસ યુવાનને ફડાકા મારી દે છે. આ જઘન્ય કૃત્યથી પોલીસની ભૂમિકા પર સવાલો ઊઠી રહ્યા છે.

પોલીસને સોંપ્ચા બાદ પોલીસે આ કેસમાં તપાસ હાથ ધરી છે. જો કે, આ મામલે મીડિયાને દૂર રાખવામાં આવ્યું છે. જો કે યુવક સાથે જઘન્ય કૃત્ય કેમ આચરવામાં આવ્યું તે હજૂ સુધી જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here