વાઘોડિયા રોડની હિન્દુ યુવતીએ આણંદના વિધર્મી યુવક સાથે લગ્ન કર્યાના 5 મહિના બાદ પોલીસમાં અરજી કરી

0
0

શહેરના નાગરવાડા વિસ્તારની હિન્દુ યુવતી ને મુંબઈ લઈ જઈ ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ નિકાહ કરવાનો મામલો તાજેતરમાં બહાર આવ્યા પછી લવજેહાદનો બીજો બનાવ બહાર આવતા ઉત્તેજના છવાઇ ગઇ છે શહેરના વાઘોડિયા રોડ વિસ્તારની યુવતીએ આણંદના મુસ્લિમ યુવક સાથે લગ્ન કરી લીધા બાદ તેણે પોલીસમાં તેના લગ્નથી નારાજ થઈને કોઈ કાયદેસર કાર્યવાહી ન કરે તે માટે અરજી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી એક યુવતીએ પોલીસ કમિશનર અને પાણીગેટ પોલીસ ને સંબોધીને પોતાની અરજી આપી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તે પુખ્ત વયની છે અને છેલ્લા દસ વર્ષથી આણંદના વિધર્મી યુવક સાથે ગાઢ સંબંધથી બંધાઈ હતી. તેણે આ યુવક સાથે ગત 13 જુલાઇએ વડોદરાના સ્પેશિયલ મેરેજ અધિકારી સમક્ષ લગ્નની નોંધણી કરાવી હતી અને હાલ બંને પતિ-પત્ની તરીકે જોડાયેલા છે તેને કોઇએ ધાક ધમકી આપી નથી.

લગ્નના છમાસ બાદ તેણે પોલીસ સમક્ષ આ અરજી કરી હતી. બીજી તરફ છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં લવ જેહાદનો આ બીજો બનાવ બહાર આવતાં ઉત્તેજના છવાઇ ગઇ હતી. ઉલ્લેખનિય છે કે તાજેતરમાં જ નાગરવાડાની હિન્દુ યુવતીનું મુંબઈ લઇ જઇ ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ નિકાહ કરવાનો મામલો બહાર આવ્યો હતો અને ત્યાર બાદ ભારે હોબાળો થતાં યુવક યુવતીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને જ્યાં હજુ પણ તેમનું કાઉન્સેલિંગ ચાલી રહ્યું છે . આ બનાવ બાદ હિન્ડુ સંગઠનોએ રાજયમાં લવ જેહાદ સામે કાયદો ઘડવાની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here