જાંબુઘોડામાં ભારે વરસાદને પગલે કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી, એક જ પરિવારના 3 સભ્યના મોત, એકનો બચાવ

0
0

જાંબુઘોડા. પંચમહાલ જિલ્લામાં ગત રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાંબુઘોડામાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને પગલે જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના 4 સભ્ય દટાયા હતા. જે પૈકી 3 સભ્યના મોત થયા હતા. એક જ પરિવારના પિતા, પુત્ર અને દાદીનું મોત થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. જોકે પરિવારના એક સભ્યનો બચાવ થયો છે.

ભારે વરસાદને પગલે કાચુ મકાન ધરાશાયી થયું
રવિવારે રાત્રે પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં 4 ઇંચ, હાલોલમાં 3.5 ઇંચ, મોરવા હડફમાં 2.5 ઇંચ, ઘોઘંબામાં 2.5 ઇંચ, ગોધરામાં દોઢ ઇંચ, શહેરમાં એક ઇંચ અને કાલોલમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો.

ધોધમાર વરસાદને પગલે પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં કાચુ મકાન ધરાશાયી થઇ ગયું હતું. જેમાં એક જ પરિવારના 4 સભ્યો દટાયા હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી. જોકે કાટમાળમાંથી 70 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષીય પુરૂષ અને 5 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે સદનસીબે પરિવારના એક સભ્યનો આબાદ બચાવ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here