સુરત : સિટીલાઈટ વિસ્તારમાં દિવાળીની સફાઈ માટે ઘરે રાખેલો નોકર 6 લાખ રૂપિયા ચોરી ગયો

0
0

તહેવારોના દિવસો ચાલી રહ્યા છે ત્યારે ચોરીની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. સિટીલાઇટ વિસ્તારમાં આવેલી સંગમ સોસાયટીમાં રહેતા ડાઇંગ મીલના માલિકને ત્યાં દિવાળીની સફાઇ કરવા માટે રાખેલા નોકરે ઘરની સાથે તિજોરીની સફાઈ કરી હોય તેમ 6 લાખ રૂપિયાની ચોરી કરીને નાસી ગયો છે. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બેડરૂમના કબાટમાંથી ચોરી કરી

સિટીલાઇટ રોડ સ્થિત નુપુર હોસ્પિટલની ગલીમાં સંગમ સોસાયટી બંગલા નં. 39માં રહેતા ડાઇંગ મીલના માલિક રાધેશ્યામ રામકિશન ગર્ગ (ઉ.વ. 58)ની પત્ની અનીતાએ પરિચીત વિક્કીભાઇની ઓળખાણથી ઘરની સાફ-સફાઇ માટે જ્યંતિ ઉર્ફે કમલેશ ખેતમલ ઓસ્વાલ (મૂળ રહે. દેસુગામ, તા. શેરગઢ, જિ. જોધપુર, રાજસ્થાન) ને ગત તા. 9 ઓક્ટોબરના રોજ નોકરી પર રાખ્યો હતો. કમલેશને રહેવા માટે બંગલાના પાર્કિંગનો રૂમ આપ્યો હતો.સફાઈ કરવાની સાથે કમલેશે બેડરૂમના કબાટમાંથી 6 લાખની ચોરી કરીને નાસી ગયો હતો.

એકલતાનો લાભ લઈ ચોરી કરી

મકાન માલિકના પત્ની અનીતા કામ અર્થે ગ્રાઉન્ડ ફ્લોરમાં ગઇ હતા અને ઘરઘાટી મહિલા ગીતાબેન ન્હાવા ગયા હતા. તે દરમ્યાન ઘરમાં એકલતાનો ગેરલાભ લઇ બંગલાના પહેલા બેડરૂમની તિજોરીમાંથી 50 હજાર અને લોકરમાંથી 5 લાખ તથા બીજા માળે બેડરૂમની તિજોરીમાંથી 50 હજાર એમ કુલ મળી કુલ 6 લાખની રોક્ડ મત્તા ચોરીને ભાગી ગયો હતો. હાલ પોલીસે આરોપીના આધારકાર્ડ અને ફોટોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here