અમદાવાદ ના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં ભીષણ આગ

0
7

અમદાવાદના નારોલમાં પીરાણા રોડ પર આવેલ નંદન એક્ઝિમમાં ભીષણ આગ લાગી છે. ફાયર વિભાગની 9 ગાડીઓ ઘટના સ્થળે હાજર છે. ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો જારી છે. સીએફઓ દસ્તુર, ડેપ્યુટી સીએફઓ મિસ્ત્રી તેમજ ખાડિયા, જમાલપુર અને અસલાલી ફાયર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. આગ બુઝાવતી વખતે એક ફાયર જવાન ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.