વડોદરા : રણોલી GIDCમાં મોડી રાત્રે પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ.

0
7

વડોદરાની રણોલી GIDCમાં મોડી રાત્રે લિયોડ ઇન્સ્યુલેશન ઇન્ડિયા લિમિટેડમાં પેટ્રો કેમિકલ મટેરિયલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી.

ઘટનાની જાણ થતા વડોદરા ફાયરબ્રિગેડના અધિકારીઓ સહિત 22 જવાનો 9 ફાયર એન્જીન સાથે ઘટના સ્થળે દોડી ગયા હતાં અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે સદનસિબે આગની ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની થઇ નથી. પરંતુ આગને કારણે લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here