વિડીયો : હૈદરાબાદ : દવાની ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત.

0
9

શનિવારે તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં એક દવા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં આઠ લોકોના મોત થયા છે. આ ઘટના હૈદરાબાદના બોલ્લારામ વિસ્તારમાં આવેલ વિંધ્યા ઓર્ગેનીક્સ પ્રા.લિ.માં બની છે.

ફેક્ટરીમાં લાગેલી આ આગ એટલી ભયાનક હતી કે તેમા સાતથી આઠ લોકોના બળીને ભડથું થઇ ગયા હતા. પ્રાથમિક જાણકારી પ્રમાણે વિસ્ફોટને કારણે કારખાનામાં લાગેલી આગની જાણ થઈ છે.

વિંધ્યા ઓર્ગેનિકસનું આ ફાર્માસ્યુટિકલ એકમ સંગરેડ્ડી જિલ્લાના બોલ્લારામ ઔદ્યોગિક ક્ષેત્રમાં સ્થિત છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એક પ્રત્યક્ષ સાક્ષીએ બનાવેલા વીડિયોમાં ફેક્ટરીમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે આગને કાબૂમાં લેવામાં આવી છે. આગને કારણે આસપાસમાં કોઈ ગેસ લીકેજ થવાનો કે કોઈ જોખમ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here