દહેગામ તાલુકાના પાલુન્દ્રા તાલુકા સીટના કોંગ્રેસના ઉમેદવાર કુમનબા ને તેમના મત વિસ્તારમાં જબરજસ્ત આવકાર.

0
164

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના પાલુન્દ્રા તાલુકા કોંગ્રેસ સીટ ઉપરથી ઉમેદવારી નોંધાવેલ છે. કુમનબા મેહૂલસિંહ.ચૌહાણ પોતે એક શિક્ષક છે અને તેના પતિ દેવસ્કૂલ ના સંચાલક હોવાથી તેમનું તમામ પરિવાર શિક્ષિત હોવાથી તાલુકા કોંગ્રેસ સંગઠનને તેમની સારી કારકિર્દી અને તેમના વિસ્તારમાં તેમની નામના બહુ જ સારી હોવાથી કોંગ્રેસ પક્ષે તેમને પાલુન્દ્રા તાલુકા સીટ માં કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ ફાળવતા તેમના મત વિસ્તારમાં હાલમાં પ્રચારથી નીકળ્યા છે.

ત્યારે તેમની ગામેગામથી એક બેન તરીકે એક સાહેબ તરીકે અનેક સારા વ્યક્તિ તથા તરીકે તેમણે જબરજસ્ત આવકાર મળી રહ્યો છે. કોઈ પણ નાની-મોટી મિટિંગમાં જ્યારે તેઓ જાય ત્યારે મોટી સંખ્યામાં મતદારો ભેગા થઈ જાય છે. અને તેમની પાછળ કાર્યકર્તાઓના ટોળેટોળા હોવાથી સૌ કાર્યકર્તાઓએ આ મહિલા ઉમેદવારને જીતાડવા માટે મેદાને પડ્યા છે. તેથી તેમની સાથે તેમના જ ગામના તાલુકા કોંગ્રેસના પ્રમુખનો સહકાર હોવાથી જંગી બહુમતીથી આ ઉમેદવાર જીતી જાય તેવા સંકેતો સેવી રહ્યા છે.

હાલમાં તેમના મત વિસ્તારમાં જાહેર પ્રચાર બંધ થયો હોવા છતાં પણ કાર્યકર્તાઓ તેમને સામેથી જ આવકારી રહ્યા છે. કારણકે શિક્ષિત ઉમેદવાર હોય તો ગામનો વિકાસ ઝડપી બની શકે અને પોતે મહિલા હોવાથી મહિલા જાગૃતિ અભિયાનમાં શિક્ષિત હોવાથી મહિલાઓનો વિકાસ ઝડપી થશે અને સરકારી યોજનાઓના જે મહિલાઓને લાભ મળશે તેના માટે તેઓ હંમેશા કાર્યરત રહેશે તેવી તેમની રૂબરૂ મુલાકાત લેતો જણાવ્યું હતું.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here