કોંગ્રેસી સાંસદ શશી થરૂર સામે કોલકાતાની એક કોર્ટે એરેસ્ટ વૉરંટ બહાર પડ્યું

0
27

નવી દિલ્હી તા.14 ઓગસ્ટ 2019, બુધવાર

કોંગ્રેસી સાંસદ શશી થરૂર સામે કોલકાતાની એક કોર્ટે ધરપકડનું વૉંરંટ બહાર પાડ્યું હતું. થરૂરે કહ્યું હતું કે ભાજપ ફરી સત્તા પર આવશે તો નવેસર બંધારણ લખશે અને હિન્દુ પાકિસ્તાનની રચના કરશે.

થરૂરના આ વિધાને વિવાદ સર્જ્યો હતો અને ભાજપે થરૂર માફી માગે એવી માગણી કરી હતી. કોલકાતાના એક વકીલ સુમિત ચૌધરીએ કરેલી અરજીના જવાબમાં ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દીપંજન ચૌધરીએ આ વૉરંટ બહાર પાડ્યું હતું. આ કેસની હવે પછીની સુનાવણી 24 સપ્ટેંબરે થશે.

થરૂરે તીરુવનંતપુરમમાં આ વિધાન કર્યું હતું. એથી નારાજ થયેલા સુમિત ચૌધરીએ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી કરી હતી. ચૌધરીએ એવો આક્ષેપ કર્યો હતો કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શશી થરૂર ધાર્મિક મુદ્દે લોકોના વિવિધ સમૂહો વચ્ચે દુશ્મની વધે એવો પ્રચાર કરી રહ્યા હતા.એ જાણી બૂઝીને આવું કરી રહ્યા છે. મંગળવારે કોર્ટમાં આ અરજીની સુનાવણી નીકલી ત્યારે શશી થરૂર તરફથી કોઇ વકીલ હાજર થયો નહોતો એટલે કોર્ટે ધરપકડનું વૉરંટ બહાર પાડ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here