Monday, September 20, 2021
Homeઅમદાવાદ / બાવળામાં પાર્ક કરેલી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, આખરે કેવી...
Array

અમદાવાદ / બાવળામાં પાર્ક કરેલી ટ્રકમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો, આખરે કેવી રીતે આવે છે દારૂ?

ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદાના અમલના દાવા પોકળ સાબિત થયા છે. રાજ્યમાં મોટા પાયે દારૂની ઘુસણખોરીનો પુરાવો આપતો વિડીયો બે દિવસ અગાઉ વાયરલ થયો હતો. રાજસ્થાન સરહદથી દારૂની ઘુસણખોરી કરવામાં આવે છે. ત્યારે દારૂ ખરીદવા જનાર યુવકે વિડીયો ઉતારી વાયરલ કર્યો હતો.

  • બોર્ડરથી હિંમતનગર સુધી દારૂ પહોંચાડી આપવાની સપ્લાયર ખાતરી આપી રહી છે. ત્યારે બીજી બાજુ અમદાવાદના બાવળામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. આટલા મોટા પ્રમાણમાં કેવી રીતે દારૂ પહોંચી શકે?
  • અમદાવાદના બાવળામાં દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. સાણંદ ચોકડી પાસેથી બાતમીના આધારે ટ્રક ઝડપી પાડી છે. સાઈડમાં પાર્ક કરેલી ટ્રકમાં ચેકીંગ કરતા દારૂ મળી આવ્યો છે. 18 લાખના દારૂ સાથે કુલ 28 લાખનો મુદામાલ પોલીસ જપ્ત કરવામાં આવ્યો છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે ગૃહ વિભાગની અંદાજપત્રીય માગણીઓ ઉપર ચર્ચા કરવામાં આવી રહી હતી. ત્યારે વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે સરકાર પર પ્રહાર કર્યા હતા. ગૃહવિભાગની કામગીરીને લઈને શૈલેષ પરમારે જણાવ્યું હતું કે, બૂટલેગરોને સરકારનો ડર નથી રહ્યો. રાજ્યમા દારૂ ઝડપાવાના કેસમા વધી રહ્યા છે. દારૂ બંધીના કડક અમલની વાતો ખોટી સાબિત થઇ છે. છેલ્લા 5 વર્ષમા રૂપિયા 403 કરોડનો દારૂ ઝડપાયો છે. રૂપિયા 66 કરોડ બિયરની બોટલ ઝડપાઈ છે. રૂપિયા 11.41 કરોડની કિંમતના નશીલા પદાર્થો પકડાયા છે. ત્યારે આટલા મોટા પ્રમાણમાં આખરે દારૂ કેમ આવે છે?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments