- Advertisement -
ડાંગ જિલ્લાના આહવા વઘઈ રોડ ઉપર ઘોઘલી ગામના ફાટક પાસે કદાવર દિપડો લટાર મારતાં દેખાતા એક વાહન ચાલકે તેનો વીડિયો બનાવી વાયરલ કરતા ઘોઘલી સહિત આજુબાજુના ગામડાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક-બે મહિના અગાઉ ડાંગનાં ધોળે દિવસે વિવિધ વિસ્તારો તેમજ ગામડાઓમાં દિપડો પ્રવેશવા સાથે તેના હુમલાઓને લઈને ફફડાટ સર્જાયો હતો.
ત્યારે ફરી કદાવર દીપડાએ દેખી દેતા અવર જવર કરતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જંગલ વિસ્તારમાં શિકારના અભાવે દિપડાઓ રાત્રે માનવ વસ્તી તરફ ધસી આવતા હોય છે. જોકે હાલ આ દીપડા દ્વારા કોઈ માનવ કે પશુઓ ને નુકશાન પહોંચાડયું નથી. કદાવર દિપડો દેખાતા વન વિભાગ દોડતું થયું હતું.