બનાસકાંઠા : દાંતા તાલુકાના નાનાસડા ગામમાં કરિયાણાની દુકાનમાં તાળા તૂટ્યા.                                                     

0
11

દાંતા તાલુકાના નાનાસડા ગામમાં આવેલી કરિયાણાની દુકાનમાં ચોરોનો ચોરી કરવાનો પ્રયાસ નિષ્ફળ               

અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે કોરોના ની મહામારી ના સમયે અત્યાર ગુજરાત સરકાર દ્વારા અનલોકડાઉન એક જાહેર કરવામાં આવ્યાં છે તેમાં અનેક નાના-મોટા ધંધા-રોજગાર ચાલુ કરવાની છૂટછાટ આપવામાં આવી છે તેમાં નાના-મોટા વેપારીઓ દ્વારા પોતાના ધંધા માટે દુકાનો ખોલવામાં આવી હતી હજુ વેપારીઓના ધંધા સરખી રીતે ચાલુ થયા નથી ત્યાં આજ રોજ  દાંતા તાલુકાના નાનાસડા ગામમાં બેફામ બનેલા ચોરો  ગામમાં આવેલી ફિરોઝ ખાન નજર ખાન પઠાણ ની કરિયાણાની દુકાનમાં સવારના 4:00 વાગે  શટર નું તાળું તોડતા હતા ત્યારે દુકાન માલિક જાગી જતો  ચોરો નાસી ગયા હતા તાત્કાલિક આજુબાજુના લોકો ભેગા થઇ સમગ્ર ઘટનાની જાણ  દાંતા પોલીસને   કરવામાં આવી હતી.

વધુમાં દુકાન માલિકોએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ત્રણ મહિના નું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું ત્યારથી દુકાનો બંધ રાખવામાં આવી હતી અને હવે સરકાર ના દ્વારા છૂટછાટ આપવામાં આવી એટલે દુકાનો ખોલવામાં આવી હતી  ત્યારે ચોરો બેફામ બનેલા છે  આ બધી ઘટનાની જાણ દાંતા પોલીસને   થતાં  દાંતા પોલીસ ઘટના સ્થળે પહોંચી  આગળની તપાસ હાથ  ધરવામાં આવી.

 

રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, દાંતા, અંબાજી