આફત : લંડન કોર્ટે અનિલ અંબાણીને 21 દિવસમાં 3 ચીની બેંકોને રૂ. 5448 કરોડ ચુકવવાનો આદેશ આપ્યો

0
0

નવી દિલ્હી. દેવાના બોજા હેઠળ દબાયેલા અનીલ ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહ્યા. અંગત ગેરંટીના કેસમાં લંડનની અદાલતે અનિલ અંબાણીને 21 દિવસની અંદર 3 ચાઇનીઝ બેન્કોને 717 મિલિયન ડોલર એટલે કે લગભગ 5448 કરોડ રૂપિયામાં ચુકવવાનો આદેશ આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંગ્લેન્ડ અને વેલ્સના હાઈકોર્ટના કમર્શિયલ ડિવિઝનના ન્યાયાધીશ નિગેલ ટિઅરેએ કહ્યું હતું કે અનિલ અંબાણીએ વ્યક્તિગત રૂપે બાંહેધરી આપી હતી, તેથી તેમણે રકમ ચૂકવવી પડશે. અનિલ અંબાણીના પ્રવક્તા કહે છે કે આ મામલો રિલાયન્સ કમ્યુનિકેશન (આરકોમ) દ્વારા 2012માં લેવામાં આવેલી કોર્પોરેટ લોન સાથે સંબંધિત છે. પ્રવક્તાનું કહેવું છે કે અનિલ અંબાણીએ આ લોન માટે વ્યક્તિગત ગેરંટી આપી ન હતી.

આ બેંકોએ ચૂકવણી કરવી પડશે

  • ઇન્ડસ્ટ્રિયલ એન્ડ કોમર્શિયલ  બેન્ક ઓફ ચાઈનાની મુંબઇ શાખા
  • ચાઇના ડેવલપમેન્ટ બેંક
  • એક્સપોર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના

ફેબ્રુઆરીમાં 100 મિલિયન જમા કરાવવાનો હુકમ કર્યો હતો

આ વર્ષે ફેબ્રુઆરીમાં લંડનની એક અદાલતે અનિલ અંબાણીને 6 અઠવાડિયામાં 100 મિલિયન ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ અનિલ અંબાણીએ કોર્ટને કહ્યું હતું કે આ સમયે તેની નેટવર્થ શૂન્ય છે અને પરિવાર તેને મદદ કરી રહ્યો નથી. આથી તે 100 મિલિયન ચૂકવવા સક્ષમ નથી.

આરકોમ ઇનસોલ્વન્સી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યું છે

આરકોમ પર લગભગ 46 હજાર કરોડ રૂપિયાનું બાકી દેવું છે. અનિલ અંબાણીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, લંડન કોર્ટના આદેશ મુજબ, આરકોમની રિઝોલ્યુશ યોજનાના આધારે વ્યક્તિગત ગેરંટીની અંતિમ રકમનું મૂલ્યાંકન કરવામાં આવશે.

કાનૂની વિકલ્પોની ચર્ચા થઈ રહી છે

અનિલ અંબાણીના પ્રવક્તાએ કહ્યું કે અમે લંડન કોર્ટના નિર્ણય અંગે કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યા છીએ. પ્રવક્તાએ કહ્યું કે જ્યાં સુધી યુકે કોર્ટના નિર્ણયની વાત છે ત્યાં સુધી નજીકના ભવિષ્યમાં ભારતમાં કોઈ અમલ થવાનો પ્રશ્ન ઉભો થતો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here