દહેગામ : ધારીસણા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

0
69

દહેગામ : ધારીસણા ગામની સીમમા જીંડવા તળાવથી પાટનકુવા ગામે જતા નાળિયાની બાજુ ના ખેતરમાં ગઈકાલે એક ઝાડ ઉપર પ્રેમી પંખીડાના મૃતદેહ લટકતી હાલત માં જોવા મળતા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આ બનાવની જાણ રખિયાલ પોલીસ સ્ટેશન થતા પોલીસ ટીમ તાબડતોબ પહોંચી પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના ધારીસણા ગામની સીમમાંથી પસાર થતા રસ્તાની બાજુમાં આવેલા તળાવ પાસેના એક ઝાડ ઉપર દોરડું બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં એક યુવક અને યુવતી લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ ધારીસણા ગામના સરપંચ દ્વારા આ બનાવની જાણ રખીયાલ પોલીસ સ્ટેશનને કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા આશરે 25 વર્ષિય યુવક ધારીસણા ગામનો વિષ્ણુ ગોપાલજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું. આ યુવક એક દિકરીનો પિતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આશરે 21 વર્ષીય યુવતી બાજુના સગદલપુર ગામની લક્ષ્મી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.

 

 

આ યુવતીના લગ્ન બે વર્ષ પહેલા દહેગામ તાલુકાના ભાટઇમોતીપુરા ગામમા કરવામાં આવ્યાં હતાં. પરંતુ સાસરીમાં મનમેળ ન હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, શુક્રવાર રાત્રે આ યુવતી પોતાના ઘરેથી નીકળી ગઈ હતી. આ બાબતે પરિવારજનો સગદલપુર ગામના સરપંચદ્વારા રખિયાલ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પણ તજવીજ હાથ ધરી હતી. પરંતુ તે પહેલા જ માહિતી મળી હતી કે, ધારીસણા ગામની સીમમાં એક યુવક અને યુવતીએ ગળાફાંસો ખાઈને દુનિયાને અલવિદા કરી નાખી હતી. ત્યારબાદ તપાસ કરતા આ યુવતી ગુમ થઈ હતી તે સામે આવ્યું હતું.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here