Wednesday, October 20, 2021
Homeકચ્છકચ્છના રાપર નજીક 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છના રાપર નજીક 3.7ની તીવ્રતા ધરાવતો ભૂકંપનો આંચકો અનુભવાયો

 

કચ્છમાં ભૂકંપ આફ્ટરશોકનો વણથંયો સીલસીલો આજ દિન સુધી યથાવત રહેવા પામ્યો છે. આજે વહેલી સવારે 4:22 કલાકે વાગડના રાપર નગરથી 13 કિલોમીટર દૂર ભુકંપનું કેન્દ્ર બિંદુ ધરાવતો વધુ એક આફ્ટરશોક આવ્યો હતો. જેની તીવ્રતા રિકટર સ્કેલ પર 3.7ની નોંધાઇ હતી.

વહેલી સવારે 4:22 મિનિટે આવેલા ધરતીકંપના આંચકાથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. વાગડ ફોલ્ટ લાઈન પર 2001ના મહા ભૂંકપ બાદ સમયાંતરે આફ્ટરશોક આવતા રહે છે. પરંતુ છેલ્લા થોડા મહિનાઓમાં તેની ગતિ વધી ગઈ છે અને સતત આફ્ટરશોક આવી રહ્યા છે. જોકે તે ભયજનક ના હોવાનું ભૂસ્તરશાસ્ત્રીઓ કહેતા આવ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments