વડોદરા : સોમા તળાવ પાસે IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સ ઝડપાયો.

0
8

શહેરના સોમા તળાવ પાસે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા એક શખ્સને ઝડપી પાડી અન્ય એકને વોન્ટેડ જાહેર કરી 7200 ની મત્તા કબ્જે કરી હતી. જ્યારે જે પી રોડ પોલીસ મથેકે નોંધાયેલા સટ્ટાના ગુનામાં વોન્ટેડ આરોપીને પીસીબીએ ઝડપી પાડી જુગાર રમવા માટે આઇડી આપનાર શખ્સને વોન્ટેડ જાહેર કરી 30100 ની મત્તા કબ્જે કરી હતી.

બાતમીના આધારે કાર્યવાહી કરાઈ

વડોદરા પીસીબી શાખાના પોલીસ જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે સોમા તળાવ એમ એમ વોરા કારના શોરૂમ પાસે એક વ્યક્તિ મોબાઇલમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમાડી રહ્યો છે જેના આધારે પોલીસે દરોડો પાડી આશિષ મંડલ( રહે -સહજાનંદ બંગ્લોઝ, સોમા તળાવ ,વડોદરા) ને ઝડપી પાડી ચડતી કરતા રોકડા રૂપિયા 2200 તથા રૂપિયા 5000ની કિંમતના મોબાઈલ ફોન કબજે કરી અન્ય સિદ્ધાર્થ પટેલ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ અંગે પાણીગેટ પોલીસે જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.

જે.પી.રોડ પરથી જુગારધામ ઝડપાયું

અન્ય એક બનાવમાં જે.પી.રોડ પોલીસ મથકે નોંધાયેલા જુગારના ગુનામાં વોન્ટેડ આરોપી શરદચંદ્ર પટેલ ( રહે -નાગરવાડા, પટેલ ફળિયું ,વડોદરા) ને pc2 પોલીસે ઝડપી પાડી પૂછતાછ કરતા તેણે પોતે આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો હોવાની કબુલાત કરી હતી અને રાજેશભાઈ ઉર્ફે અકકુ ની આઈડી નો ઉપયોગ કરી જુગાર રમતા પોલીસે રાજેશને વોન્ટેડ જાહેર કર્યો હતો. તપાસ દરમિયાન પોલીસે રોકડા રૂપિયા 5100 તથા એક મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૨૫ હજાર સહિત 30,100 રૂપિયાની મત્તા કબજે કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here