Wednesday, September 28, 2022
Homeગુજરાતનવસારીના નેશનલ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

નવસારીના નેશનલ હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝડપાયો

- Advertisement -

રણોદ્રા ગામ પાસે જ્યાંથી નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે ત્યાંથી મહિન્દ્રા બોલેરો પીકઅપમાં દારૂની હેરફેર થવાની બાતમી LCBને મળી હતી. જેના આધારે બાતમી વાળી બોલેરો પીકઅપને રોકીને તપાસ કરતા તેમાંથી 33 પુઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની વ્હિસકીની નાની મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ 1272 નંગ જેની બજાર કિંમત 1,08,000 સાથે વાહન હાકનાર આરોપી રાહુલ રતનલાલ ખટીક જે મૂળ સુરતનો છે તેની ધરપકડ કરવામાં આવી છે સાથે જ દારૂનો જથ્થો મંગાવનાર અને ભરાવી આપનાર બે આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી સમયમાં નવરાત્રી,દશેરા અને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં દારૂની ડિમાન્ડ સામે પર્યાપ્ત સપ્લાય પૂરી પાડવા માટે હેરાફેરી વધી છે. ત્યારે મુંબઈથી સુરતના રોડ પર મોટા પાયે દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ કટિબંધ બની છે. આ સમગ્ર રેડ દરમિયાન LCB એ 5,13,800 નો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ સમગ્ર કેસની તપાસ ગ્રામ્ય પોલીસને સોંપવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular