રાજકોટ : ટ્રાફિક વોર્ડને ત્રિપલ સવારી બાઇક પાછળ દોડી લાકડીથી ફટકારતા એકનું માથું ફૂટી ગયું, બેને ઇજા

0
0

રાજકોટ. શહેરમાં નાણાવટી ચોક પાસે મંગળવારે મોડી સાંજે ત્રણ સવારીમાં નીકળેલા ત્રણ યુવાનોને ટ્રાફિક વોર્ડને ધોકાવાળી કરતા એક યુવાનનું માથુ ફૂટી ગયું હતું. આ ત્રણ સવારી બાઇકમાં બે સગીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના નામે અટકાવી ત્રણેયને લાકડીથી ફટકારતા લોકોનાં ટોળા ભેગા થઈ ગયા હતા અને ઘાયલ બનેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દંડના પૈસા ન હોવાથી બાઇક હંકારી મુકતા પોલીસ પાછળ દોડ્યાનો આક્ષેપ

ગાંધીગ્રામ શ્યમાનગર 3માં રહેતા ઋતુ રમેશ સોલંકી (ઉં.વ.19) તથા તેનો મિત્ર ચિન્ટુ પરમાર (ઉં.વ.17) અને બીજો મિત્ર રોહન વાઘેલા મોડી સાંજે બાઈકમાં નાણાવટી ચોકમાં વાળ કપાવવા માટે ગયા હતા. ત્યાંથી પરત ઘર તરફ ત્રણ સવારીમાં જઈ રહ્યા હતા ત્યારે નાણાવટી ચોક પાસે ટ્રાફિક વોર્ડને બાઈકને ઉભી રખાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ ઋતુ ગભરાય જતા બાઈક ભગાવતા તેને લાકડીથી ફટકારતા માથામાં લોહી નીકળવા માડયું હતું. ઋતુએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, મને ત્રણ સવારીમાં અટકાવતા મારી પાસે દંડ માગશે તેમ લાગ્યું હતુ પરંતુ દંડના પૈસા ન હોય મેં બાઈક ભગાવતા પાછળ દોડીને હુમલો કરાયો હતો. મેં સિવિલ હોસ્પિટલમા સારવાર લીધા બાદ નિવેદન નોંધાવા ગાંધીગ્રામ પોલીસ જવાનો છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here