Tuesday, April 16, 2024
Homeબોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી રૂપાલાનો પુત્ર બોલું...
Array

બોટાદ : સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી રૂપાલાનો પુત્ર બોલું છું કહી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર શખ્સ ઝડપાયો.

- Advertisement -

બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરના કોઠારી સ્વામીને ફોન કરી ઠગાઈ કરવાનો પ્રયાસ કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. મંત્રી પરસોત્તમ રૂપાલાનો પુત્ર બોલુ છું તેવી ઓળખ આપી પી.એ.ને 30 હજાર રૂપિયાની જરૂર હોય તેથી વ્યવસ્થા કરી આપવા મંદિરના કોઠીરી સ્વામીને ફોન કરીને જણાવ્યું હતું. સમગ્ર મામલે કોઠારી સ્વામીને શંકા જતા પોલીસને જાણ કરી હતી. ત્યારે પૈસા લેવા માટે મંદિરમાં આવેલા શખ્સને હાજર પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસે પૈસા લેવા આવેલા શખ્સને ઝડપી પાડ્યો

ઘટનાની વિગત અનુસાર સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદીરના કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીને એક અજાણી વ્યકિતએ ફોન કરીને મંત્રી પરસોત્તમ રૂપાલાનો પુત્ર ભાવેશ બોલુ છું અને મારો પી.એ ત્યાં આવેલ છે અને તેને રૂપિયા ૩૦ હજાર રૂપિયાની જરૂર છે તો આપજો, ત્યારબાદ ફરી ફોન આવ્યો કે હું મંત્રીના દિકરાનો પી.એ બોલુ છું અહીંયા પૈસા લેવા આવ્યો છું, જેથી કોઠારી સ્વામીને આ બાબતે શંકા જતા પોલીસને જાણ કરી હતી અને પૈસા લેવા આવેલ માણસને પોલીસે ઝડપી પાડ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 4 સીમ કાર્ડ જપ્ત કર્યા

પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ અમરેલી જિલ્લાના યોગેશ બાબુભાઇ દેવાણી હોવાનું સામે આવ્યું હતું અને સ્વીકાર્યું હતું કે પોતે અલગ અલગ નામથી ફોન કરી 30 હજાર રૂપિયા માંગ્યા હતા અને પોતે ખોટા નામે ઠગાઈ કરવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ ફોન અને 4 અલગ અલગ સીમ કાર્ડ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular