Monday, September 20, 2021
Homeસુરત : 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો
Array

સુરત : 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો

સુરતઃ ઉધનામાં 4 માસના ગર્ભ સાથે પરિણીતાએ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો.

સ્મીમેર હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાયું

ઉધનાના હેગડેવાડમાં કવિતા અજય ગૌતમ(ઉ.વ.24) પતિ સાથે રહેતો હતો. અજય કડિયા કામ કરે છે. કવિતાના અજય સાથે 2015માં લગ્ન થયા હતા.આજે નવા વર્ષના દિવસે બપોરે બપોરે 12:10 મિનિટે 108ને કોલ મળ્યા બાદ ઘટના સ્થળેથી કવિતા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. જેથી પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી ઉધના પોલીસને અજયે જણાવ્યું હતું કે, હું તેની તમામ માંગ પુરી કરતો હતો તેમ છતાં કવિતાએ આપઘાત કેમ કર્યોએ સમજાતું નથી. પોલીસે કિવતાનું સ્મીમેર હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments