મુંબઈમાં બન્યું એવું માસ્ક જે કોરોના વાયરસનો કરશે નાશ, જાણો ખાસિયત અને કિંમત

0
13

અત્યારસુધી તમે કોરોના સાથે સંકળાયેલા સમાચારોમાં તેની વેક્સિનના ડેવલપમેન્ટ વિશે વાંચી રહ્યા હતા. પરંતુ અચાનક એક એવી ખુશખબરી આવી છે, જે વાંચીને તમે પણ ખુશ થઈ જશો. મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપે એક એવું માસ્ક વિકસિત કર્યું છે, જે કોરોના વાયરસને મોઢા અને નાક દ્વારા શરીરમાં પ્રવેશતા તો અટકાવે જ છે, સાથે જ તે વાયરસને મારી પણ નાંખે છે. મુંબઈ સ્થિત એક સ્ટાર્ટઅપે નેનોટેક્નોલોજીનો ઉપયોગ કરીને કોરોના વાયરસ કિલર માસ્ક તૈયાર કર્યું છે. ખાસ વાત એ છે કે, આ માસ્કના ઉપયોગ બાદ માસ્ક પર લાગેલા કોરોના વાયરસના ડ્રોપલેટ્સથી સંક્રમણ ફેલાવાનું જોખમ સંપૂર્ણરીતે દૂર થઈ જાય છે. સાથે જ આ માસ્કનો તેના વોશિંગના આધાર પર 60થી લઈને 150વાર સુધી ઉપયોગ કરી શકાય છે. સાથે જ તમને માસ્ક ઉતારવાની સાચી રીત વિશે પણ માહિતગાર કરવામાં આવે છે, જેથી માસ્ક પર રહેલા કોરોના ડ્રોપલેટ્સને કારણે તમે બીમાર ના પડો.

હવે મુંબઈના સ્ટાર્ટઅપ થરમૈસેંસે જે માસ્કનું નિર્માણ કર્યું છે, તે માસ્ક વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે માસ્ક માત્ર કોરોના વાયરસને શરીરમાં પ્રવેશતા અટકાવતું જ નથી, પરંતુ માસ્કની બહારની સપાટી પર ચિપકેલા વાયરસને તે સંપૂર્ણરીતે મારવાનું કામ પણ કરે છે. મહત્ત્વની વાત એ છે કે, આ માસ્કને ભારતીય લેબ સહિત અમેરિકાની લેબે પણ અપ્રૂવ કરી દીધુ છે. એટલે કે આ માસ્કને તૈયાર કરનારા એક્સપર્ટ્સ તરફથી જે દાવા કરવામાં આવી રહ્યા છે, તેના પર આ માસ્ક ખરું ઉતર્યું છે.

આ માસ્કની વિશેષતાની વાત કરીએ તો આ માસ્કને બનાવનારા એક્સપર્ટ્સનું કહેવું છે કે, આ માસ્ક જે કપડાંમાંથી બને છે, તેમાં નેનોટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માસ્કને પહેરવાથી માત્ર કોરોના જ નહીં, પરંતુ લગભગ તમામ પ્રકારના અન્ય વાયરસ અને બેક્ટેરિયાનો પણ નાશ થાય છે. અમેરિકી લેબના જણાવ્યા અનુસાર, મુંબઈમાં બનેલું આ માસ્ક 5 મિનિટમાં આશરે 93 ટકા કોરોના વાયરસને મારી દે છે. જ્યારે એક કલાકની અંદર 99.99 ટકા કોરોના વાયરસનો ખાત્મો કરી દે છે. એટલે કે લગભગ 100 ટકા કોરોના વાયરસ કિલર. આ માસ્કની કિંમતની વાત કરીએ તો મળતી જાણકારી અનુસાર, જ્યારે આ માસ્ક તૈયાર થઈને માર્કેટમાં આવશે તો તેની કિંમત 300થી 500 રૂપિયાની વચ્ચે હશે.

આ એક માસ્કનો કેટલીવાર ઉપયોગ કરી શકાશે, એ બાબત એના પર નિર્ભર કરશે કે તેનો ઉપયોગ કરનારી વ્યક્તિ આ માસ્કને ધોવા માટે કયા માધ્યમનો ઉપયોગ કરી રહી છે. માસ્ક બનાવનારી ટીમના જણાવ્યા અનુસાર, આ માસ્કને તૈયાર કરવામાં જે કપડાંનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો તમે તેનો હાથથી ધોઈને ઉપયગો કરશો તો આ માસ્કનો 150વાર સુધી ધોઈને ઉપયોગ કરી શકાશે. મશીનમાં તમે તેને 100વાર ધોઈ શકો છો અને જો તમે તેને કેમિકલ વોશ, બ્લીચ અથવા ડ્રાયક્લિન જેવી પ્રોસેસથી સાફ કરશો તો તેનો 60 કરતા વધુ વાર ધોઈને ઉપયોગ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here