પઠાણની ચેલેન્જ : ફેરવેલ ન મળેલા નિવૃત ખેલાડી અને કોહલીની ટીમ વચ્ચે થઇ જાય એક મેચ

0
0

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કુલ મહેન્દ્રસિંહ ધોનીએ નિવૃતિનું એલાન કર્યા બાદ એક આખો વર્ગ એ વાત પર સહમત થયો છે કે, મહેન્દ્રસિંહ ધોનીએ આ રીતે નિવૃતિ ન લેવી જોઈએ. ધોનીના ચાહકો અને કેટલાક સિનિયર ખેલાડીઓ પણ આ વાતને ટેકો આપે છે. ચાર લાઈન્સ લખીને ધોનીએ નિવૃતિ જાહેર કરી દીધી હતી. હવે પૂર્વ સિનિયર ક્રિકેટર ઈરફાન પઠાણે એક નવો જ વિચાર વ્યક્ત કર્યો છે.

તેમણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ઘણા ખેલાડીઓ નિવૃતિ લઈ ચૂક્યા છે. એ તમામ ખેલાડીઓ માટે એક ફેરમેચ અંગે વાત કરી રહ્યો છું. આ એવા ખેલાડીઓ છે જેમને યોગ્ય રીતે વિદાય મળી નથી. ઈરફાને કેટલાક પ્રશંસકોનું મંતવ્ય લઈ એક ચેરટી અને ફેરવેલ મેચ વિચાર કર્યો હતો. જે નિવૃત થયેલા ખેલાડીઓ અને ટીમ વિરાટ વચ્ચે રમવામાં આવે. ઈરફાન પઠાણે આ માટે પોતાની એક ટીમ પણ તૈયાર કરી છે. આ ટીમના ખેલાડીઓને ધ્યાને લેતા એવું પણ લાગી રહ્યું છે કે, જો મેચ થાય તો ટીમ વિરાટને આ મેચમાં ટકવું મુશ્કેલ થઈ પડે એમ છે.

કારણ કે, નિવૃત થયેલા ખેલાડીઓમાંથી પઠાણે ટીમ તૈયાર કરવા જે ખેલાડીઓની પસંદગી કરી છે. એમા મોટાભાગના ખેલાડીઓ એકદમ ફીટ છે. ઈરફાને તૈયાર કરેલી ટીમમાં ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્‍મણ, યુવરાજસિંહ, સુરેશ રૈના, મહેન્દ્રસિંહ ધોની, અજીત અગરકર, ઝહીર ખાન અને પ્રજ્ઞાત ઓઝાનો સમાવેશ થાય છે.

https://www.instagram.com/p/CEML9Ojhr2Y/?utm_source=ig_embed

ઈરફાનની ટીમમાં એકથી એક ચડિયાતા અને ફીટ ખેલાડીઓ છે. જે ટીમ વિરાટને પડકારી શકે છે. એ પછી ઝહીર ખાન (બોલર) હોય કે, યુવરાજસિંહ (બેટ્સમેન). પઠાણે પોતાના તરફથી આ એક નવો વિચાર અભિવ્યક્ત કર્યો છે. જો BCCI મેચ યોજે તો એક વાત નક્કી છે કે, આ મેચમાં માત્ર સ્ટેડિયમ જ ખિચોખિચ નહીં ભર્યું હોય પણ ટીવી ચેનલ્સની ટીઆરપીનો ગ્રાફ પણ મોટો અને ચોંકાવનારો આવી શકે છે. IPL ટુર્નામેન્ટ માટે વિરાટ કોહલી અને ધોનીની ટીમ UAE પહોંચી છે. પણ હવે ધોની ક્યારેય બ્લુ ટી-શર્ટમાં જોવા નહીં મળે. ધોની સિવાય પણ ઘણા એવા ખેલાડીઓ છે જેમને ક્રિકેટ ક્ષેત્રમાંથી યોગ્ય રીતે વિદાય મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here