અમદાવાદ : વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ્ડ બિલ્ડીંગના 14મા માળેથી મેથ્સના કોચિંગ ક્લાસ ટીચરે કર્યો આપઘાત.

0
0

અમદાવાદના વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ્ડ બિલ્ડીંગના 14મા માળેથી મેથ્સના કોચિંગ ક્લાસ ટીચર પાર્થ ટાંકે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું છે. તેના આપઘાત કરવાનું કારણ જાણી શકાયું નથી. આ મામલે વાસણા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

સવારે જીમ ગયા બાદ આપઘાત કર્યો

સવારે જીમ જવાનું કહીને નીકળેલા પાર્થ ટાંક નામના કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષકે આજે અગમ્ય કારણોસર વિશાલા સર્કલ પાસેની હાઈરાઈઝ બિલ્ડીંગના 14મા માળેથી ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. પાર્થ ગણિતના કોચિંગ ક્લાસ ચલાવતો હતો.

ટાંક વિદ્યાર્થીઓને આગળ વધારવા વિચારમગ્ન રહેતા

પાર્થ ધરણીધર દેરાસર પાસે રહેતા પાર્થ ટાંક કોચિંગ કલાસ ચલાવતા હતા. તે રોજ સવારે વિશાલા પીરાણા રોડ પર આવેલા કોપ્લેક્સના જીમમાં કસરત કરવા જતા હતા. તેમને ઘણા વર્ષોથી ડિપ્રેશનની દવા ચાલતી હતી અને તેના કારણે તેણે આત્મહત્યા કરી હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. પોતાના વિદ્યાર્થીઓને આગળ વધારવા માટે તેઓ સતત વિચારતા હતા અને તેના કારણે તેઓને સતત માનસિક તણાવ રહેતો હતો. જેથી તેમની સારવાર ચાલતી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here