Friday, August 6, 2021
Homeઅમદાવાદ : એરપોર્ટના નામને લઇને વિવાદનો મામલો, આખરે અદાણી એરપોર્ટના બોર્ડ ઉતારાયા.
Array

અમદાવાદ : એરપોર્ટના નામને લઇને વિવાદનો મામલો, આખરે અદાણી એરપોર્ટના બોર્ડ ઉતારાયા.

અમદાવાદ એરપોર્ટના નામને લઇને સર્જાયેલા વિવાદ બાદ આખરે અદાણીના બોર્ડ ઉતારી દેવામાં આવ્યા છે. હવે મુખ્ય ગેટ પર સરદાર પટેલ એરપોર્ટના બોર્ડ લાગ્યાં છે. અમદાવાદ ઍરપોર્ટના નામમાં સરદાર પટેલનું નામ ગાયબ થતાં કોંગ્રસે વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ મીડિયામાં અહેવાલો પ્રસારીત થયા હતા.

જણાની દઇએ, અમદાવાદના એરપોર્ટ પર પ્રવેશવાના માર્ગ પર ‘અમદાવાદમાં આપનું સ્વાગત છે’ વેલકમ ટુ અમદાવાદ અદાણી એરપોર્ટ આ પ્રકારના હોર્ડીગ્સ લગાવવામા આવ્યા હતા. સરદારનું નામ દુર કરાતા આ બાબત ચર્ચાનો વિષય બન્યો હતો. અમદાવાદ એરપોર્ટનું ખાનગીકરણ કરવામા આવ્યુ છે.

50 વર્ષ સુધી અદાણી કંપની એરપોર્ટનુ સંચાલન કરશે. 7 નવેમ્બરે અદાણીને સંચાલન સોંપવામા આવ્યુ છે. ત્યારે હોર્ડીંગ્સ પર સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બદલે અદાણી એરપોર્ટ લખવામા આવ્યુ હતું. આમ સરદાર પટેલને બદલે અદાણી એરપોર્ટ લખાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. ખાનગીકરણ ભલે કરવામા આવ્યું પણ નામ બદલવુ યોગ્ય નથી તેવું લોકોનું કહેવું હતું.

જો કે આખરે વિવાદ ઉગ્ર બનતા અદાણી એરપોર્ટના બોર્ડ ઉતારાયા, મુખ્ય ગેટ પર સરદાર પટેલ એરપોર્ટના બોર્ડ લાગ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments