સુરત : સિટી લાઈટ વિસ્તારમાં અજાણ્યા વાહનની અડફેટે ચડેલા વૃદ્ધને મેડિકલ ઓફિસર પોતાની કારમાં સિવિલમાં લાવ્યા

0
7

ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં મોપેડ પર જઈ રહેલા વૃદ્ધને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ટક્કર લાગતા વૃદ્ઘ મોપેડ પરથી રસ્તા પર પટકાયા હતાં. જેથી ઈજાગ્રસ્ત થયા હતાં. શરીરમાં માથાના ભાગ સહિત અન્ય ભાગે ઈજાઓ પહોંચી હતી. જેથી મેડિકલ ઓફિસર પોતાની કારમાં સિવિલ લાવી સારવાર શરૂ કરી છે.

તબીબની માનવતા

ન્યૂ સિટી લાઈટ નજીક GD ગોએન્કા સ્કૂલ બહાર રોડ ઉપર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલા વૃદ્ધને સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર પોતાની કારમાં સારવાર માટે સિવિલ લઈ આવી માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું છે. અજાણ્યા વાહન કે કારની અડફેટે આવેલા વૃદ્ધ જરીની દલાલી સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું છે.

દીકરાના ઘરે જતા એક્સિડન્ટ નડ્યો

વૃદ્ધ ઈશ્વરભાઈ મિત્રોને મળી ભીમરાડ પુત્રના નવા ઘરે જઈ રહ્યાં હતાં. આ દરમિયાન વૃદ્ધને અજાણી કારે અડફેટે લીધા બાદ તે એક્સિડન્ટ સર્જીને ભાગી જતા વૃદ્ધ રોડ ઉપર લોકો વચ્ચે તડફડતી હાલતમાં મળી આવ્યા હતાં. સિવિલના તબીબોએ કહ્યું હતું કે વૃદ્ધ ઈશ્વરભાઈની હાલત ગંભીર છે અને CT સ્કેન કે MRI કરાવ્યા બાદ જ તેમના માથાની ઇજા બાબતે કહી શકાય તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here