Thursday, February 22, 2024
Homeગુજરાતવલસાડ બેઠકને લઈ ભાજપના આગેવાનો અને પેજ કમિટીના સભ્યોની બેઠક મળી

વલસાડ બેઠકને લઈ ભાજપના આગેવાનો અને પેજ કમિટીના સભ્યોની બેઠક મળી

- Advertisement -

વલસાડ જિલ્લાના કપરાડા ખાતે બુથ પેજ સમિતિ સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ભાજપ દ્વારા ચૂંટણીની તમામ પ્રકારની તૈયારી પૂર્ણ કરી કપરાડામાં જીતુભાઇ ચૌધરીએ બ્યુગલ ફુક્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં સૌથી વધુ પેજ કમિટીએ કામગીરી કરવાની હોવાથી સૌથી મહત્વની પેજ કમિટીના સભ્યોનું સંમેલનનું આયોજન કરવામાં આવ્યું અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જીતુ ચૌધરીએ કહ્યું હતું કે, કપરાડામાં કમળ ખિલાવી ભાજપ સરકાર બનાવવામાં યોગદાન આપશે તેવો દાવો કર્યો હતો.

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકા ભાજપ દ્વારા આજે એન.આર.રાઉત હાઈસ્કૂલ ખાતે બુથ પેજ સમિતિ સંપર્ક અભિયાનનો આજે વલસાડ જિલ્લાના પ્રભારી કરસન ગોંડલીયા, શીતલ બેન સોની પ્રદેશ મંત્રી સહિત માધુ ભાઈ કથરીયા સહિત તેમજ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાની હાજરીમાં આજે બુથ પેજ સંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લામાં કુલ 306 બુથ છે. શક્તિ કેન્દ્ર 44 છે જ્યારે 50,640 પેજ સમિતિ છે. ત્યારે તમામ લોકોને આગામી ચૂંટણીમાં વધુ ને વધુ મતો સાથે ભાજપને વિજય બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.પેજ સમિતિના 150 લોકોનો 10 દિવસમાં ડોર ટૂ ડોર સંપર્ક કરવામાં આવશે. જે માટે ગુજરાતની 182 વિધાનસભામાં કપરાડા વિધાનસભામાં પેજ કમિટીથી લઈને પેજ સમિતિના તમામ સભ્યોને સંપર્ક કરી ચૂંટણી માટે તૈયારી કરાશે.આ કાર્યક્રમ દરમિયાન બૂથ પેજ સમિતિ સંપર્ક અભિયાનમાં જનારા લોકોને ભાજપ દ્વારા કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા. મહાનુભવોના હસ્તે આઈકાર્ડ બનાવી તમામ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular