દહેગામ : નગરપાલિકાના તંત્ર, નગરપાલિકાના પ્રમુખ અને દહેગામ શહેરના ફરસાણ અને મીઠાઈના વેપારીઓની મીટીંગ યોજાઇ

0
42

 

દહેગામ શહેરમાં આવેલી મીઠાઈઓની દુકાન ના વેપારીઓ અને નગરપાલિકાના તંત્રની બેઠક યોજાઇ.
બેઠકમાં મીઠાઈ ની દુકાનમાંથી મીઠાઈઓનો નાશ કરવાનો લેવાયો નિર્ણય.
આવતીકાલે દરેક દુકાન ની તમામ મીઠાઈઓનો નાશ કરવામાં આવશે.

 

 

ગાંધીનગર : દહેગામ શહેરમાં કડક લોકડાઉન અમલ થઈ રહ્યો છે તેવા સમયે નગરપાલિકાના તંત્ર અને નગરપાલિકાના પ્રમુખ અને દહેગામ શહેર ના ફરસાણ અને મીઠાઈના વેપારીઓની આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિક ની કચેરીમાં યોજાયેલી આ મિટિંગમાં એવી રજૂઆત થવા પામી હતી કે જ્યારથી લોકડાઉન અમલ માં આવ્યું છે ત્યારથી દહેગામ શહેરમાં આવેલી ફરસાણ અને મીઠાઈ ની દુકાનોમાં જે મીઠાઈઓ પડી છે તેનો નાશ કરવો જોઈએ અને તેના માટે મીઠાઈ ના વેપારીઓ અને નગરપાલિકાના તંત્ર વચ્ચે મંત્રણાઓ થતા આવતીકાલે શહેરમાં આવેલી મીઠાઈ ની દુકાનોમાં મીઠાઈ નો નાશ કરવામાં આવશે તેવી રજૂઆત થવા પામી હતી.

બાઈટ બિમલભાઈ અમીન નગરપાલિકા પ્રમુખ દહેગામ

 

કારણકે ઘણા સમયથી પડેલી મીઠાઈઓ ખાવાથી સ્વાસ્થ્ય માટે હાનિકર્તા હોવાથી આ નિર્ણય આજે નગરપાલિકાની કચેરીમાં થવા પામ્યો છે. દહેગામ શહેરમાં હાલમાં કોરોનાના કોઈ હજી પોઝિટિવ કેસ નથી તેથી શહેરની જનતા સુરક્ષિત રહે તેને ધ્યાન માં રાખી અને મીઠાઈઓ નો નાશ કરવાથી ક્યારે ફરી ઉપયોગ ન થાય તેના માટેનું આ આયોજન કરવામાં આવેલ છે.

 

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here