Wednesday, September 28, 2022
Homeગુજરાતડાંગ જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરની હાજરીમાં યોજાઈ બેઠક

ડાંગ જિલ્લા સેવા સદન ખાતે અધિક કલેક્ટરની હાજરીમાં યોજાઈ બેઠક

- Advertisement -

ગુજરાતમાં પ્રથમવાર યોજાઈ રહેલી 36મી નેશનલ ગેમ્સની ઓપનિંગ સેરેમનીમાં ડાંગ જિલ્લાના 500 જેટલા રમત પ્રેમીઓ સહભાગી થશે. જેની આયોજન વ્યવસ્થા અંગે ડાંગ જિલ્લા સેવા સદન ખાતે મળેલી બેઠકમાં અધિક કલેક્ટર સહિત વિવિધ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના યજમાનપદે યોજાઈ રહેલી નેશનલ ગેમ્સનો ઉદ્ઘાટન સમારોહ તા.29મી સપ્ટેમ્બરે અમદાવાદ ખાતે નરેદ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે આયોજિત કરાયો છે. જેમાં ડાંગ જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, યુવાઓ, રમતવીરો, રમતપ્રેમીઓ પણ સહભાગી થનાર છે.આ કાર્યક્રમમાં ડાંગ જિલ્લાના રમતવીરો અને વિદ્યાર્થીઓને 36મી નેશનલ ગેમ્સમાં લઈ જવા સંદર્ભે કરવાની થતી આનુશાંગિક વ્યવસ્થાઓ સંદર્ભે, ડાંગ જિલ્લા સેવા સદન ખાતે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેકટર ભાવિન પંડ્યાએ સુચારુ માર્ગદર્શન સાથે આયોજન વ્યવસ્થા બાબતે સંબધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાંથી કુલ 10 બસો મારફતે 500 જેટલા વિદ્યાર્થીઓ સાથે, દરેક બસ દીઠ એક પોલીસકર્મી અને આરોગ્યકર્મીની સેવા પણ ઉપલબ્ધ કરાવવાની તૈયારી હાથ ધરવામાં આવી રહી છે. આયોજન વ્યવસ્થા અંગે મળેલી આ બેઠકમાં અધિક કલેકટર પી.એ. ગાવિત, નાયબ પોલીસ અધિક્ષક પી. જી. પટેલ, શિક્ષણ અધિકારી એમ. સી. ભુસારા, RCHI ડો. સંજય શાહ, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, જિલ્લાની કોલેજના આચાર્યો, સ્વામી વિવેકાનંદ યુવા મંડળ પ્રમુખ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular