વડોદરા : કરજણ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીને લઇને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની હાજરીમાં બેઠક મળી, ચૂંટણીની વ્યૂહરચના ઘડી

0
6

વડોદરા. અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ કરજણ વિધાનસભા બેઠક ખાલી પડી છે, જેને લઇને પેટાચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. વડોદરા જિલ્લાના કરજણ ખાતે આજે કરજણ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપના ઇન્ચાર્જ અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, સહ ઇન્ચાર્જ અને ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને પ્રદેશ પ્રવક્તા અને વડોદરા જીલ્લા પ્રભારી ભરત પંડ્યા હાજરીમાં બેઠક મળી હતી. જેમાં કરજણ વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારી અંગે ચર્ચા કરી હતી.

ગૃહમંત્રી અને પેટાચૂંટણીના ઇન્ચાર્જ પ્રદિપસિંહે તમામ હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું

પેટાચૂંટણીલક્ષી આ બેઠકમાં ભરૂચ લોકસભા બેઠકના સાંસદ મનસુખ વસાવા, વડોદરા જીલ્લા ભાજપ પ્રમુખ દિલુભા ચુડાસમા, તાલુકા પ્રમુખ જયદિપસિહ ચૌહાણ, તાલુકા જીલ્લાના મહામંત્રીઓ અને  હોદ્દેદારો હાજર રહ્યા હતા અને આ બેઠકમાં ચૂંટણીલક્ષી વ્યૂહરચના ઘડવામાં આવી હતી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા હાજર તમામ હોદ્દેદારોને માર્ગદર્શન આપ્યું હતું.

અક્ષય પટેલને ભાજપ ટિકિટ આપશે કે કેમ તેની ચર્ચાએ જોર પકડ્યું 

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા અક્ષય પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યા બાદ કરજણ બેઠક ખાલી પડી હતી અને ત્યારબાદ અક્ષય પટેલ ભાજપમાં જોડાયા હતા. ત્યારે અક્ષય પટેલને ભાજપ ટિકિટ આપશે કે કેમ તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here