- Advertisement -
વિજાપુર હિંમતનગર હાઇવે પર મહાકાળી માતાજીના મંદિર દર્શન કરી આધેડ દર્શન કરી રોડ પર ચાલતા પોતાના ઘરે આવી રહ્યા હતા.એ દરમિયાન એક બાઈક ચાલકે રોડ પર ચાલતા આધેડ ને ટકકર મારતા શરીરે ઇજઓ થતા તેઓ મોતને ભેટ્યા હતા.સમગ્ર કેસમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના દેવપુરા ગામે રહેતા વિજયસિંહ રાઠોડ વિજાપુર હિંમતનગર હાઇવે પર આવેલા મહાકાળી માતાજી મંદિર દર્શન કરવા જતાં હતાં. એ દરમિયાન GJ18P1581 ના બાઈક ચાલકે પોતાનું બાઈક પુરઝડપે હંકારી આધેડ ને ટકકર મારી હતી. ટકકર વાગતા શરીરે ઇજાઓ થઈ હતી.જ્યાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા એ દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું.સમગ્ર કેસમા અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે વિજાપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.