હાયડ્રોજન અને કાર્બનમોનોક્સાઈડના મિશ્રણને ઓક્સિજન માસ્ક વાટે શ્વાસમાં લેતા બંને ગેસના પ્રભાવને લીધે મોત નીપજ્યું

0
0

વીતેલા વર્ષના આખરી દિવસે શહેરમાં આપઘાતની એક વિચિત્ર ઘટના સામે આવી હતી. જે કોઈએ આ આપઘાત બાબતે સાંભળ્યું એ સહુ આશ્ચર્યમાં મુકાયા હતા. શેરબજાર સાથે સંકળાયેલા યુવકે કાર બંધ કરી કારમાં જ હાઇડ્રોજન અને કાર્બનમોનોક્સાઈડના સિલિન્ડરને રેગ્યુલેટરથી ફિટ કરી માસ્ક વાટે બંને ગેસનું મિશ્રણ શ્વાસમાં લઈ આપઘાત કરી લીધો હતો. મૃતકે સુસાઈડ નોટમાં લખ્યું, મારા મૃત્યુ માટે કોઈ જવાબદાર નથી અને પરિવારના સભ્યોના મોબાઈલ નંબર લખ્યા હતા. આ ઉપરાંત તેમના હાથમાંથી મળેલા કાગળમાં લખ્યું હતું કે પોઇઝન, કાર્બનમોનોક્સાઇડ ઇનસાઇડ,ડોન્ટ ઓપન ધ ડોર,કોલ ધ પોલીસ.

અલથાણ રોડ પર આશીર્વાદ એન્કલેવમાં રહેતા 37 વર્ષીય સંદીપ બજરંગ દાલમિયાનો મૃતદેહ ગુરુવારે સાંજે અલથાણના સોહમ સર્કલ પાસે સોહમ રેસીડેન્સી તરફ જવાના રસ્તે આઈ ટવેન્ટી કારમાં મળ્યો હતો. સંદીપભાઈ બુધવારે સાંજે 4 વાગ્યે ગાડી રીપેર કરાવવા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા. 9 વાગ્યા સુધી ઘરે ન આવતા પરિવારજનોએ કોલ કર્યો હતો જેના જવાબમાં સંદીપભાઈએ કહ્યું કે, હું બહાર જમીને આવીશ. જોકે ત્યાર બાદ પણ તેઓ ઘરે નહિ આવતા પરિવારજનોએ પોલીસનો સંપર્ક કર્યો હતો. બાદમાં ગુરુવારે સાંજે 7-45 વાગ્યે સંદીપભાઈની લાશ કારમાંથી મળી હતી.

હીમોગ્લોબિનમાંથી ઓક્સિજન પૂરો થતાં મોત

સંદીપે આપઘાત માટે અપનાવેલી વિચિત્ર રીતને લીધે યુવકનું મોત પણ વિચિત્ર રીતે થયું હતું. હાયડ્રોજન અને કાર્બનમોનોક્સાઈડના મિશ્રણને ઓક્સિજન માસ્ક વાટે શ્વાસમાં લેતા બંને ગેસના પ્રભાવને લીધે લોહીના હીમોગ્લોબિનમાંથી ઓક્સિજન પૂરો થઇ જતા મોત નીપજ્યું હતું.

આપઘાતના સામાન માટે 10 હજાર ખર્ચ્યા

સંદીપની કારમાંથી 5 લીટર હાઇડ્રોજન સિલિન્ડર,પાંચ લિટર કાર્બનમોનોક્સાઈડ સિલિન્ડર, રેગ્યુલેટર અને ઓક્સિજન માસ્ક મળી આવ્યાં હતાં. આ તમામ વસ્તુ ખરીદવા જઈએ તો 10 હજાર રૂપિયાની આસપાસ કિંમત થાય છે.

પોલીસ : ઘરમાં આર્થિક સંકડામણ પણ ન હતી

ખટોદરા પોલીસ મથકના પીએસઆઈએ જણાવ્યું હતું કે સંદીપને કોઈ આર્થિક સંકડામણ ન હતી તેમજ પારિવારિક વિવાદ કે અન્ય કોઈ દેખીતું કારણ નથી. મૃતકના સાળા તરુણભાઈએ જણાવ્યું કે, અમારા ઘરમાં કોઈ પ્રકારની સમસ્યા નથી. ક્યાં કારણસર મારા આ પગલું ભર્યું એ અમે પણ સમજી શકતા નથી.

તબીબ : આખું શરીર ચેરી રંગનું થઈ ગયું

મૃતકનું પોસ્ટમોર્ટમ કરનાર સિવિલના ડો. ઓમકાર ચૌધરીએ જણાવ્યું કે આખી બોડી અને લોહી પણ ચેરી રંગનું થઇ ગયું હતું. શરીરમાં કાર્બન મોનોક્સાઈડ કે સાઇનાઇડના જવાને લીધે જ બોડીનો રંગ ચેરી જેવો થઇ જાય છે. હાલ સેમ્પલો એફ.એસ.એલ.માં મોકલી આપ્યાં છે.

સંદીપે બોટનીમાં ગ્રેજ્યુએશન કર્યું હતું

સંદીપ દાલમિયાએ સાયન્સમાં બોટની શાખામાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમને ગેસની સમજ હતી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે.જોકે વિચિત્ર રીતે આપઘાતનો વિચાર ક્યાંથી આવ્યો એ ચર્ચાનો વિષય છે. પોલીસને કારમાંથી ગેસ સિલિન્ડરની કે અન્ય વસ્તુની ખરીદીનું બિલ મળ્યું નથી જેથી ક્યાંથી સિલિન્ડર ખરીદાયા એ જાણી શકાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here