ગાંધીનગર : સ્વર્ણિમ સંકુલ-1 ખાતે થર્મલ કેમેરા સાથે મોનિટરિંગ કરતું મશીન મુકાયું, ટેમ્પરેચર-ઓક્સિજન ચેક કરશે

0
0

ગાંધીનગર. રાજ્યમાં બેકાબૂ બનેલા કોરોનાને કારણે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1 ખાતે થર્મલ કેમેરા સાથે મોનિટરિંગ કરતું અદ્યતન ટેકનોલોજી વાળું સ્વદેશી મશીન આયુષ્કામ 20 મૂકવામાં આવ્યું છે. આ મશીનની અંદર થર્મલ કેમેરા લગાડવામાં આવ્યા છે જે કોઈપણ વ્યક્તિનું બોડીનું તાપમાન અને તેનું ઓક્સિજન લેવલ ચેક કરશે. જોકે મશીનની અંદર 45 ડિગ્રી ટેમ્પરેચર રાખવામાં આવ્યું છે. આ મશીન પ્રતિ કલાકે 200 વ્યક્તિઓનું સરળતાથી સ્ક્રીનિંગ કરી શકે છે. આ મશીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના કહેવાથી બનાવવામાં આવ્યું છે, જેનો પાઇલટ પ્રોજેક્ટ સંકુલ ખાતે શરૂ કરવામાં આવ્યો છે.આ મશીનમાં પ્રવેશ કરવાથી કોઈ પણ વ્યક્તિમાં રહેલો વાઈરસ કે બેક્ટેરિયા તાત્કાલિક નાશ થઇ શકે છે. આ મશીનમાં હાઈ ટેમ્પરેચર અને હાઈ પ્રેશરની સિસ્ટમ ઉપલબ્ધ છે.

sanitized tunnel and machine install outside the swarnim sankul in gnadhinagar

 

આયુષ્કામ 20ની કિંમત રૂ.20 લાખ

અમદાવાદની વટવા ફેક્ટરીમાં હિમાંશુ એન્જિનિયરિંગ વર્કસ દ્વારા 9 લાખની કિંમતનું આયુષ્કામ 20નું પ્રથમ મોડલ નિર્માણ કરીને સ્વર્ણિમ સંકુલ-1 ખાતે મૂકવામાં આવ્યું છે અને ત્યારબાદ બાકીના મશીન બનાવવાનું કાર્ય ચાલુ કરવામાં આવશે. તેમ કંપનીના CEOએ જણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here