શ્રદ્ધાંજલિ : રિશી કપૂરના મૃત્યુના એક મહિના બાદ પત્ની નીતુ સિંહ, દીકરી રિધ્ધિમા અને જમાઈ ભારતે તેમને યાદ કરી ઈમોશન પોસ્ટ શેર કરી

0
5

રિશી કપૂરનું 30 એપ્રિલે 67 વર્ષની વયે નિધન થયું હતું. આજે 30 મેના રોજ તેમની પત્ની નીતુ સિંહ, દીકરી રિધ્ધિમાએ તેમને યાદ કરી સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ શેર કરી છે. જમાઈ ભારત સાહનીએ પણ સસરાને યાદ કરી પોસ્ટ શેર કરી છે.

નીતુ સિંહે પતિ સાથેનો જૂનો ફોટો શેર કરી અંગ્રેજીમાં કવિતા લખી હતી. તેમાં લખ્યું હતું કે, જે રીતે મને ગુડબાય કહ્યું હતું તેમ જ મને લક પણ વિશ કરો, આંખમાં આંસુ સાથે નહીં પણ સ્માઈલ સાથે ગુડબાય કહો જેથી હું તેને દિલમાં રાખી શકું જ્યારે હું દૂર હોય ત્યારે. આ પોસ્ટ પર એકતા કપૂર, દીકરી રિધ્ધિમા, સુઝેન ખાન, સોની રાઝદાન, મૌની રોય, મનીષ મલ્હોત્રા સહિત ઘણા સેલેબ્સે કમેન્ટ કરી હતી.

દીકરી રિધ્ધિમાએ ઇન્સ્ટા સ્ટોરીમાં ફોટો શેર કર્યો હતો જેમાં તે, તેનો પતિ ભારત સાહની અને તેની દીકરી સમારા નીતુ અને રિશી સાથે હતા. તેણે હિબ્રૂ કહેવત લખીને ફોટો શેર કર્યો હતો કે, દુઃખમાં એમ ન બોલો કે તે હવે નથી રહ્યા પણ આભારી બનો કે તેઓ હતા. આજે એક મહિનો થયો, અમે તમને યાદ કરીએ છીએ. જમાઈ ભારત સાહનીએ સસરાનો ફોટો શેર કર્યો હતો કોઈ કેપ્શન તેણે લખ્યું ન હતું.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here