અયોધ્યામાં બાબરના નામ પર નહીં બને મસ્જિદ, યોગીને આમંત્રણ આપવા પર લેવાયો નિર્ણય

0
4

અયોધ્યામાં શ્રીરામ મંદિરના ભૂમિપૂજન બાદથી જ મસ્જિદ માટે જે જુદી જગ્યા આપવામાં આવી છે તેના નિર્માણની ચર્ચા થઇ રહી છે. જેમાં સીએમ યોગીને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે મસ્જિદ નિર્માણની શરૂઆત થશે ત્યારે તે કાર્યક્રમમાં તે જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને કોઈ બોલાવશે પણ નહીં અને તે જશે પણ નહીં.

  • બાબરના નામ પર નહીં મસ્જિદનું નામ
  • અયોધ્યામાં મસ્જિદ, તેની પાસે હોસ્પિટલ, કોમ્યુનીટી સેન્ટર અને કોમ્યુનીટી કિચન બનશે
  • થોડા દિવસ પહેલા જ ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટનું થયું છે નિર્માણ

સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી છે કે અયોધ્યામાં આપવામાં આવેલ જમીન પર જે મસ્જિદ બનાવવામાં આવશે તેનું નામ બાબરના નામ પરથી રાખવામાં આવશે નહીં.

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તાએ કહ્યું કે મસ્જિદ નિર્માણના શિલાન્યાસના કોઈ પણ કાર્યક્રમની મંજૂરી ઈસ્લામમાં નથી. માત્ર પાયો ખોદીને મસ્જિદની શરૂઆત કરવામાં આવશે અને જમીન પર જ્યારે હોસ્પિટલ અથવા ટ્રસ્ટ ભવનનો પાયો નાંખવામાં આવશે ત્યારે સીએમ યોગી આદિત્યનાથને આમંત્રણ આપવામાં આવશે.

ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રવક્તા અનુસાર જમીન પર શરૂઆતના કાર્યક્રમમાં યોગીને નિમંત્રણ આપવામાં આવશે. નોંધનીય છે કે યોગી આદિત્યનાથને જ્યારે પૂછવામાં આવ્યું હતું કે મસ્જિદ નિર્માણની શરૂઆત થશે ત્યારે તે કાર્યક્રમમાં તે જશે કે નહીં ત્યારે તેમણે કહ્યું હતું કે તેમને કોઈ બોલાવશે પણ નહીં અને તે જશે પણ નહીં.

છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં સતત ચર્ચા ચાલી રહી છે કે અયોધ્યામાં જ જે ધન્નીપુર ગામમાં મસ્જિદ બનાવવામાં આવશે તે બાબરના નામ પર જ બનશે. જોકે હવે વકફ બોર્ડ દ્વારા સાફ કહી દેવામાં આવ્યું છે કે આ માત્ર અફવા જ છે.

નોંધનીય છે કે હાલમાં જ ઈન્ડો ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યામાં મસ્જિદ, તેની પાસે હોસ્પિટલ, કોમ્યુનીટી સેન્ટર અને કોમ્યુનીટી કિચન બનાવશે. સાથે જ ત્યાં ઈસ્લામિક બાબતો પર એક રિસર્ચ સેન્ટર પણ બનાવવામાં આવશે.