Saturday, September 25, 2021
Home'જોધા અકબર' ફૅમ લોકેન્દ્ર સિંહ પર દુઃખોનો પહાડ તૂટ્યો
Array

‘જોધા અકબર’ ફૅમ લોકેન્દ્ર સિંહ પર દુઃખોનો પહાડ તૂટ્યો

‘જોધા અકબર’ તથા ‘યે હૈ મોહબ્બતે’ ફૅમ એક્ટર લોકેન્દ્ર સિંહ રાજાવતે પોતાનો એક પગ કપાવવો પડ્યો હતો. કામ ના મળવાને કારણે તથા પૈસાની ચિંતાને કારણે સ્ટ્રેસ લેવલ વધી ગયું હતું અને તેથી બ્લડ શુગર વધી ગઈ હતી. આ કારણે પગમાં ગેંગરીન થયું હતું. જીવ બચાવવા ગયા અઠવાડિયે ઘૂંટણ સુધીનો પગ કાપવો પડ્યો હતો. ઓપરેશન પાંચ કલાક ચાલ્યું હતું.

વાત કરતાં કરતાં રડી પડ્યા

મુંબઈના મીરા રોડ પર આવેલી ભક્તિવેદાંત હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી. લોકેન્દ્રે એક સાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘હું કંઈ કરી શકતો નહોતો. કોરોના પહેલા હું ઘણી જ સારી રીતે કામ કરતો હતો. પછી કામ ધીમે ધીમે ઓછું થઈ ગયું અને ઘરમાં પૈસા ના હોવાને કારણે સ્ટ્રેસ વધતો ગયો. આ બધું ત્યારે થયું જ્યારે મારા જમણા પગમાં એક નાની ફોલ્લી થઈ હતી. મેં તેના પર કંઈ ખાસ ધ્યાન ના આપ્યું. પછી એ ચેપ ધીમે ધીમે બોન મેરો સુધી ફેલાઈ ગયો. મને ગેંગરીન થઈ ગયું હતું. જીવ બચાવવા માટે ઘૂંટણ સુધીનો પગ કપાવવો પડ્યો.’

કાશ, પહેલાં ધ્યાન રાખ્યું હોત

વધુમાં 50 વર્ષીય લોકેન્દ્રે કહ્યું હતું, ‘કાશ, 10 વર્ષ પહેલાં મને ડાયબિટીઝ થયો હતો અને મેં ત્યારે ધ્યાન રાખ્યું હોત. શૂટિંગ દરમિયાન એક્ટર્સ પાસે કોઈ ચોક્કસ સમય હોતો નથી. અમારા લંચ તથા કામના અનિયમિત કલાકોની ખરાબ અસર અમારા સ્વાસ્થ્ય પર પડે છે. સ્ટ્રેસ વધે છે અને આ બધું ડાયબિટિઝ તરફ દોરી જાય છે. તમે ભલે મીઠાઈ વધુ માત્રામાં ના ખાતા હો. મને ટીવી આર્ટિસ્ટ એસોસિયેશન તરફથી નાણાકીય મદદ મળી છે. એક્ટર્સ મારા સ્વાસ્થ્ય અંગે જાણવામાં તથા પ્રેરણા આપવા માટે ફોન કરે છે.’

આર્ટિફિશિયલ પગ લગાવવાનું પ્લાનિંગ

લોકેન્દ્ર કૃત્રિમ પગ ફિટ કરવાનું વિચારે છે. આ માટે સવિતા બજાજની દેખરેખ કરનારી નૂપુર અલંકારે યોગ ચિકિત્સક શંભુ સરણ ઝાના માધ્યમથી એક પત્ર પણ લખ્યો છે, જેમાં પગના ફિટિંગ માટે લોકેન્દ્રને જે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવશે, તેનો ખર્ચ ઉઠાવવાની વાત છે. જોકે, લોકેન્દ્રે કહ્યું હતું કે પહેલાં પગ બરોબર ઠીક થાય પછી જ કૃત્રિમ પગ ફિટ કરી શકાશે.

રણબીર સાથે પણ કામ કર્યું છે

લોકેન્દ્ર પરિણીત છે અને બે બાળકો છે. ટીવી સિરિયલ ‘જોધા અકબર’ ઉપરાંત ‘યે હૈ મોહબ્બતેં’, ‘CID’, ‘ક્રાઇમ પેટ્રોલ’માં પણ કામ કર્યું છે. રણબીર કપૂરની સાથે ‘જગ્ગા જાસૂસ’ તથા મિઝાન જાફરી સાથે ‘મલાલ’માં પણ જોવા મળ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments