Wednesday, September 28, 2022
Homeગુજરાતમોડાસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યા યોજાઈ

મોડાસા ખાતે જિલ્લા પોલીસ દ્વારા દેશભક્તિના ગીતોની સંગીત સંધ્યા યોજાઈ

- Advertisement -

ભારત દેશમાં આઝાદીના 75 વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે દેશમાં અવનવા રાષ્ટ્રભાવના જોડાઈ રહે એવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને 76 મો રાજ્યકક્ષા નો સ્વાતંત્ર્ય પર્વ અરવલ્લીના મોડાસામાં ઉજવાઇ રહ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા દેશભક્તિના ગીતો સાથે સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો.

76માં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોજાનાર છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ત્રિરંગા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું,, એન્જીનીયરીંગ કોલેજ પાછળના પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આ સંગીત સંધ્યમાં ગાંધીનગર રેંજ આઈ.જી. અભય ચુડાસમા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતા. જિલ્લા કલેકટર નરેન્દ્રકુમાર મીના, સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા, અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત સહિત જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓ ઉપસ્થિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આઝાદીના અમૃત મહોત્સવ અંતગત યોજાયેલ આ કાર્યક્રમમાં દેશભક્તિના ગીતોની સરવાણીથી ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular