Thursday, August 5, 2021
No menu items!
Homeભુજ : જયંતી ભાનુશાળીના મોબાઇલ અંગે ઘુંટાતુ રહસ્ય
Array

ભુજ : જયંતી ભાનુશાળીના મોબાઇલ અંગે ઘુંટાતુ રહસ્ય

ભુજઃ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતીભાઇ ભાનુશાલીની હત્યાથી રાજકીય જગતમાં ભારે ગરમાવો પેદા થયો હતો, ત્યારે તેમની હત્યાના 10 માસ બાદ પણ અનેક રહસ્યો ઘુંટાતા રહે છે, પોલીસે માજી ધારાસભ્ય છબીલ પટેલ, જયંતી ઠક્કર સહિતના આરોપીઓની ધરપકડ કરી, પોલીસે થોડા દિવસ પહેલા મનીષા અને સુરજીત ભાઉની પણ ધરપકડ કરી રીમાન્ડ મેળવ્યા છે. જો કે, મૃતક જયંતીભાઇના મોબાઇલ અંગેનું રહસ્ય હજુ ઘુંટાઇ જ રહ્યો છે. સીટના વડા ગૌતમ પરમાર કહે છે તેમની પાસે બે મોબાઇલ હતા, જો કે બે મોબાઇલ હતા તેવો ઉલ્લેખ કયાંય પણ ચાર્જશીટમાં કરાયો નથી. તો જયંતીભાઇ ભાનુશાલીના પરિજનોએ પણ કહ્યું હોય કે તેમની પાસે બે મોબાઇલ હતા તેમ પણ કયાંય ચાર્જશીટમાં લખ્યું હોય તેમ દેખાયું નથી.

સયાજીનગરી એક્સપ્રેસમાં 8 જાન્યુઆરી 2019ના એચ-1 કોચની જી કેબીનમાં જયંતીભાઇ ભાનુશાળીની હત્યા થઇ, એ સમયે ગાંધીધામ રેલ્વે પોલીસના લોકરક્ષક શૈલેષભાઇ ઓધવજીભાઇ ફેફર અને રામદેવસિંહ સુરપાલસિંહ ગોહીલે જી કેબીનમાં મૃતકની લાશ તેમજ અન્ય જરૂરી જગ્યાના પોતાના મોબાઇલથી ફોટા પાડેલા, બાદમાં માળીયા રેલ્વે સ્ટેશને 108 એમ્બ્યુલન્સ આવી ગઇ અને લાશને દવાખાને લઇ ગયેલ, 19 નંબરની સીટ નીચેનો મૃતકનો સામાનમાં એક બેગ પડી હતી, એક મોબાઇલ, બુટ, સ્વેટર, ટોપી તેમજ ફુટેલા બે અને જીવતા ત્રણ કાર્ટીઝ અને ફુટેલા કાર્ટીઝના બે ટુકડા લઇ માળીયા પોલીસ મથકે સુપ્રત કર્યા હતા તેવુ બંનેએ પોતાના નિવેદનમાં નોંધાવ્યું છે. મોબાઇલના ઘુંટાતા રહસ્ય અંગે સીટના વડા ગૌતમ પરમાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, એક મોબાઇલ જ હાથ લાગેલો છે બીજો મોબાઇલ હજુ સુધી મળ્યો નથી.

તો જયંતીભાઇ પાસે બે મોબાઇલ હતા કે કેમ અને જે મોબાઇલ મળ્યો છે તેમાંથી કંઇ નીકળ્યું કે કેમ તે અંગે ઇન્વેસ્ટીગેશન ઓફીસર પીયુષ પીરોજીયાનો સંપર્ક કરતા તેમણે તપાસ ચાલુ છે એટલે તેઓ કાંઇ કહી શકશે નહીં તેવો જવાબ આપ્યો હતો.

હત્યા પાછળ એકનું એક રહસ્ય 10 માસે પણ ઘુંટાઇ જ રહ્યું છે કે, જયંતીભાઇ પાસે બે મોબાઇલ હતા તેવું કોણે કહ્યું છે, પોલીસની ચાર્જશીટમાં તો કયાં ઉલ્લેખ નથી કે બે મોબાઇલ હતા, એફઆઇઆરમાં પણ તેમના પરીવારજનોએ કહ્યું નથી કે જયંતીભાઇ પાસે બે મોબાઇલ હતા, તો કહ્યું કોણે ? બીજી બાજુ ચાર્જશીટ પરથી જાણવા મળેલ કે, માળીયા પોલીસેથી સીટે મોબાઇલ પોતાના તાબા હેઠળ લીધો તેનો કોઇ પંચનામું કે લેખિત નોંધ પણ નથી.

રાજકીય દબાણ વગર સીટ નિષ્પક્ષ તપાસ કરે તે જરૂરી
ગુજરાત લડાયક મંચના પ્રમુખ રમેશભાઇ જોશીએ સણસણતો સવાલ કર્યો હતો કે, હત્યા કેસમાં પોલીસે શુટર શશીકાંત કાંબલે અને ફીરોઝ શેખની ધરપકડ કરી હતી, હત્યામાં વપરાયેલા હથીયારો ફીરોઝ શેખે યુપીના લખનૌ શહેરમાંથી લીધા હતા, લખનૌમાંથી ત્રણ પીસ્તોલ જેની પાસેથી લીધા તેના નામ, સરનામા સહિતની વિગતો પોલીસે ચાર્જશીટમાં પણ દર્શાવી છે, તો તેની ધરપકડ શા માટે નથી કરાઇ ? ભાનુશાળી હત્યા કેસમાં મોબાઇલ અંગે જે પોલીસ રહસ્ય ઘુંટી રહી છે તેને બદલે કોઇપણ રાજકીય દબાવમા઼ આવ્યા વગર નિષ્પક્ષ તપાસ કરે તે જરૂરી છે.

બે મોબાઇલ હતા કે શું ‘યે રાજ તો રાજ હી રહે જાયેગા’
પોલીસ કહી રહી છે કે બે મોબાઇલ હતા, જયારે તેનો એફઆઇઆર કે ચાર્જશીટમાં કયાં ઉલ્લેખ નથી, ભાનુશાળીના મોબાઇલમાં અનેક રાજ દબાયેલા હતા, તો ખરેખર બે મોબાઇલ હતા કે પછી એક મોબાઇલ અંગે ‘યે રાજ તો રાજ હી રહે જાયેગા’ જેવો તાલ સર્જાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments