ટેલિફોનનાં વાયર જેવો દેખાતો નેકલેસ દોઢ લાખ રૂપિયાનો

0
2

ઘણીવાર અમુક વસ્તુઓ જોઈને આપણને વિચાર આવતો હોય કે આટલી નાની વસ્તુની કિંમત આટલી બધી? હાલ સોશિયલ મીડિયા પર ઇટાલિયન લક્ઝરી ફેશન હાઉસ ‘બોટટેગા વેનેટા’નાં નેકલેસે ધૂમ મચાવી છે. આ નેકલેસનો ફોટો જોઈને યુઝર્સ કમેન્ટનો ઢગલો કરી રહ્યા છે. નોર્મલ નેકલેસ કરતાં આ અલગ આ નેકલેસ ટેલિફોનનાં વાયરમાંથી બનેલો છે. કલરિંગ નેકલેસની કિંમત કંપનીએ 2240 અમેરિકન ડોલર(અંદાજે 1,62,400 રૂપિયા) રાખી છે. દોઢ લાખ રૂપિયાનો નેકલેસ જોઈને યુઝર્સને નવાઈ લાગી છે.

નેકલેસની લંબાઈ 12 સેમી છે

નેકલેસની લંબાઈ 12 સેમી છે

રિંગની કિંમત 67 હજાર રૂપિયા

જોવાની વાત એ છે કે, આ નેકલેસ ભલે વાયર જેવો દેખાતો હોય પણ તેનું મટિરિયલ વાયરનું નથી. 12 સેમીના લવન્ડર અને વ્હાઇટ નેકલેસ 60% સિલ્વર અને 40% રેઝિનમાંથી બનેલા છે. નેકલેસ અને ઈયરિંગની જેમ હાથમાં પહેરવાની રિંગ પણ વેબસાઈટ પર છે. તેની કિંમત 67 હજાર રૂપિયા છે.

યુઝર્સે નોર્મલ વાયર સાથે સરખામણી કરી

યુઝર્સે નોર્મલ વાયર સાથે સરખામણી કરી

ઇન્સ્ટાગ્રામ પેજ ડાયટ પ્રાન્ડાની પોસ્ટ પછી આ નેકલેસ વધારે લોકોનાં ધ્યાનમાં આવ્યો છે. તેમણે નોર્મલ વાયરની કિંમત અને નેકલેસની કિંમતની સરખામણી કરી છે. ઈ-કોમર્સ વેબસાઈટ પર ટેલિફોન વાયરની કિંમત 200 રૂપિયાથી શરૂ થાય છે.

કંપનીની વેબસાઈટ પર નેકલેસ અવેલેબલ છે

કંપનીની વેબસાઈટ પર નેકલેસ અવેલેબલ છે

‘બોટટેગા વેનેટા’ની વેબસાઈટ પર લવન્ડર અને વ્હાઇટ એમ બે રંગમાં આ નેકલેસ અવેલેબલ છે. નેકલેસ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સને કમેન્ટ કરવાની મજા પડી ગઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here