દહેગામ : ૭ થી ૮ કરોડ ના ખર્ચે પુરતી સુવીધાઓ સાથે નવી હોસ્પિટલ બનશે

0
58

દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રને આરોગ્ય અને પરીવાર કલ્યાણના અધિક મુખ્ય સચિવ દ્વારા ૩૦ બેડ ધરાવતી હોસ્પિટલને ૫૦ બેડ ની સુવિધા યુક્ત હોસ્પિટલની મંજુરી આપવામા આવી અને આ હોસ્પિટલ અંદાજીત ૭ થી ૮ કરોડના ખર્ચે નવી બનશે અને તમમ સુવીધાઓ સાથે સજ્જ કરવામા આવશે

 

ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રમા નવી હોસ્પિટલ બનાવવા માટે અંદાજીત ૭ થી ૮ કરોડના ખર્ચે આ હોસ્પિટલ બનશે  અને તેમા નવો સ્ટાફ અને પુરતી સુવીધાઓ સાથે બનાવવામા આવશે અને દહેગામ તાલુકામા ૯ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર આવેલા છે અને એક સામુહીક આરોગ્ય કેંદ્રોનો સમાવેશ થાય છે. અને છેલ્લા ઘણા સમયથી આ હોસ્પિટલમા પુરતી સુવિધા નહી હોવાથી અકસ્માતના દર્દીઓને ગાંધીનગર અથવા અમદાવાદ સિવિલમા લઈ જવામા આવતા હતા અને આ બંને હોસ્પિટલમા જતા દહેગામથી ૩૦ કીલોમીટરનુ  અંતર હોવાથી કેટલાક દર્દીઓ મોતને ભેટી પડતા હતા. તેવા ન્યુઝ આપણી ટીવી ચેનલમા પ્રસારીત કરવામા આવ્યા હતા. અને હાલમા આ સામુહીક આરોગ્ય કેંદ્રમા ૩૦ બેડની મંજુરી છે પરંતુ પુરતા બેડ આ હોસ્પિટલમા નથી તેના ડોક્ટરની બેદરકારી દેખાય છે.

અને આજે દહેગામ સામુહીક આરોગ્ય કેંદ્રની નાની હોસ્પિટલ અને પુરતી સુવિધા નહી હોવાથી અનુસંધાનમા દહેગામના ધારાસભ્યશ્રી બલરાજસિંહ ચૌહાણની સરકારમા રજુઆતને ધ્યાનમા લઈ સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પુનમચંદ પરમાર દ્વારા હવે ૫૦ બેડ ની આધુનીક સુવિધા યુક્ત હોસ્પિટલ માટે સૈદ્ધાંતિક મંજુરી આપી દેવામા આવી છે. અને હવે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેથી દહેગામ તાલુકા અને શહેરના દર્દીઓને જે ભારે હાલાકી પડતી હતી તેમાંથી છુટકારો મળશે. આમ ૫૦ બેડ ની મંજુરીના પગલે તાલુકા અને શહેરના પ્રજાજનોમા ભારે ખુશી વ્યાપી જવા પામી છે. પરંતુ હાલમા દહેગામ ખાતે આવેલ સામુહીક આરોગ્ય કેંદ્રમા મુખ્ય ડોક્ટર દર્દીઓને પુરતા પ્રમાણમા સુવિધા આપી શકતા નથી અને લોક માહિતી મુજબ આ ડોક્ટર આ દવાખાનાના કર્મચારીઓને જાહેરમા ધમકાવે છે અને તેમનુ અપમાન કરે છે તેવી લોકચર્ચાઓનો દોર વધી જવા પામ્યો છે.

 

અને આ દવાખાનામા તાલુકાના દર્દીઓ દવાઓ લેવા જાય છે ત્યારે સ્થાનિક દવા આપતા કર્મચારી સાથે દર્દીઓને અવારનવાર ઘર્ષણો થતા જોવા મળે છે અને કહેવાય છે કે દર્દીઓને દવા આપતા આ કર્મચારી સવારે નીયત સમય મુજબ હાજરી આપતા નથી તેવી લોકચર્ચાઓ વધી જવા પામી છે. સરકાર અને સ્થાનિક ધારાસભ્ય અને તાલુકા અને શહેરના ભાજપના આગેવાનો આ હોસ્પિટલ માટે સારી મહેનત કરીને ૫૦ બેડની હોસ્પિટલ બનાવવાની મંજુરી લાવી દીધી તેમા તાલુકાનુ ગૌરવ છે પરંતુ આ સરકારી દવાખાનાના મુખ્ય ડોક્ટરના ઉગ્ર સ્વભાવ સામે તાલુકાની જનતામા ભારે વિરોધ થવા પામ્યો છે.

બાઈટ : બલરાજસિંહ ચૌહાણ, સ્થાનિક ધારાસભ્ય, દહેગામ  

 

  • દહેગામ તાલુકામા ૯ પ્રાથમિક આરોગ્ય કેંદ્ર આવેલા છે અને એક સામુહીક આરોગ્ય કેંદ્ર આવેલા છે
  • દહેગામ સામુહીક કેંદ્રને નવી હોસ્પિટલ બનાવવાના અને અકસ્માતમા દર્દીઓને ગાંધીનગર અને અમદાવાદ સિવિલમા લઈ જતા મોતને ભેટે છે તેવા આપણી ટીવી ચેનલમા ન્યુઝ પ્રસારીત થયા હતા તેને પડેલો પડઘો
  • દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલને રજુઆત કરતા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવે ૫૦ બેડની આધુનિક સુવિધા વાળી હોસ્પિટલ માટે મંજુરી આપી દીધી
  • દહેગામના સ્થાનિક ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણની પ્રસંસનીય કામગીરીને બીરદાવતી તાલુકાની જનતા
  • હાલમા આ સામુહીક આરોગ્ય કેંદ્રમા ૩૦ બેડ ની સુવીધા હોવાથી દર્દીઓ ભારે પરેશાન થતા હતા
  • પરંતુ આ સામુહીક આરોગ્ય કેંદ્રના ડોક્ટરના ઉગ્ર સ્વભાવથી તાલુકાના દર્દીઓ ભાર પરેશાન થાય છે

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here