Categories
ઑટોમોબાઈલ

ન્યૂ લોન્ચ : ₹9.80 લાખ રૂપિયાની પ્રારંભિક કિંમત નવી મહિન્દ્રા થાર લોન્ચ થઈ, પહેલું યૂનિટ ઓનલાઇન ઓક્શનમાં 1.11 કરોડ રૂપિયામાં વેચાયું

મહિન્દ્રાએ ફાઇનલી નેક્સ્ટ જનરેશન થારની કિંમતની સત્તાવાર જાહેરાત કરી છે. નવી થારની પ્રારંભિક કિંમત 9.80 લાખ રૂપિયા છે, જે તેના બેઝ પેટ્રોલ-મેન્યુઅલ મોડેલની કિંમત છે. જો કે, તેના ટોપ સ્પેક LX ડીઝલ ફોર વ્હીલ ડ્રાઇવ ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત 13.75 લાખ રૂપિયા છે. મહિન્દ્રાએ સત્તાવાર રીતે કિંમત જાહેર કર્યા પછી જ ઓફિશિયલી આ કારનું બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે.

2020 મહિન્દ્રા થાર: વેરિઅન્ટ પ્રમાણે કિંમત

  • આપણે ટેબલ પરથી જોઈ શકીએ કે બેઝ-સ્પેક AX ટ્રીમ બંને પેટ્રોલ-મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 9.80 લાખ અને ડીઝલ-મેન્યુઅલ વેરિઅન્ટની કિંમત 10.65 લાખ રૂપિયા છે. મહિન્દ્રાના જણાવ્યા મુજબ, આ ટ્રીમ હાર્ડકોર ઓફ-રોડ લવર્સ માટે છે. તેને સ્ટીલ વ્હીલ્સ, ફિક્સ્ડ સોફ્ટ-ટોપ્સ, મિકેનિકલ લોકિંગ ડિફરન્શિયલ, ડ્યુઅલ ફ્રંટ એરબેગ અને સ્ટાન્ડર્ડ ફીચર તરીકે રોલ ફેઝ આપવામાં આવ્યું છે.
  • હાયર ટ્રીમ-લેવલ થાર – LX સાથે અવેલેબલ છે અને તે અનેક એડિશનલ ફીચર્સ સાથે આવે છે. તેમાં 18 ઇંચના એલોય વ્હીલ્સ, હાર્ડ-ટોપ અથવા કન્વર્ટિબલ સોફ્ટ-ટોપ ઓપ્શન, 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે. થાર LX પેટ્રોલ-મેન્યુઅલની કિંમત 12.49 લાખ રૂપિયા છે, જ્યારે ડીઝલ મોડેલની પ્રારંભિક કિંમત 12.85 લાખ રૂપિયા છે.
4WD મેન્યુઅલ વેરિઅન્ટ કિંમત
AX પેટ્રોલ સ્ટાન્ડર્ડ 6-સીટર સોફ્ટ ટોપ 9.80 લાખ રૂ.
AX પેટ્રોલ 6-સીટર સોફ્ટ ટોપ 10.65 લાખ રૂ.
AX ડીઝલ 6-સીટર સોફ્ટ ટોપ 10.85 લાખ રૂ.
AX (O) પેટ્રોલ 4-સીટર કન્વર્ટિબલ ટોપ 11.90 લાખ રૂ.
AX (O) ડીઝલ 4-સીટર કન્વર્ટિબલ ટોપ 12.10 લાખ રૂ.
AX (O) डीजल 4-સીટર હાર્ડ ટોપ 12.20 લાખ રૂ.
LX પેટ્રોલ 4-સીટર હાર્ડ ટોપ 12.49 લાખ રૂ.
LX ડીઝલ 4-સીટર કન્વર્ટિબલ ટોપ 12.85 લાખ રૂ.
LX ડીઝલ 4-સીટર હાર્ડ ટોપ 12.95 લાખ રૂ.
4WD ઓટોમેટિક વેરિઅન્ટ કિંમત
LX પેટ્રોલ 4-સીટર કન્વર્ટિબલ ટોપ 13.45 લાખ રૂ.
LX પેટ્રોલ 4-સીટર હાર્ડ ટોપ 13.55 લાખ રૂ.
LX ડીઝલ 4-સીટર કન્વર્ટિબલ ટોપ 13.65 લાખ રૂ.
LX ડીઝલ 4-સીટર હાર્ડ ટોપ 13.75 લાખ રૂ.

2020 મહિન્દ્રા થર: એન્જિન અને ગિયરબોક્સ

  • ન્યૂ જનરેશન થારમાં સૌથી મોટો ફેરફાર એ છે કે તે પેટ્રોલ અને ડીઝલ એન્જિન બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે. પેટ્રોલ એન્જિન 2.0-લિટર, ફોર-સિલિન્ડર ટર્બો-પેટ્રોલ છે, જે 152hp અને 300Nm (ઓટોમેટિક ગિયરબોક્સ સાથે 320Nm) જનરેટ કરે છે.
  • ડીઝલ એન્જિન 2.2-લિટર, ફોર સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ યૂનિટ સાથે આવે છે, જે 132hp અને 300Nm જનરેટ કરે છે. બંને એન્જિનને 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન મળે છે. સ્ટાન્ડર્ડ મુજબ, થારમાં 4×4 સિસ્ટમ અને એક મેન્યુઅલ-શિફ્ટ ટ્રાન્સફર કેસ આપવામાં આવ્યું છે.

2020 મહિન્દ્રા થાર: ડિલિવરી ક્યારથી શરૂ થશે
મહિન્દ્રા 1 નવેમ્બર, 2020થી નવી થારની ડિલિવરી શરૂ કરશે. રસપ્રદ વાત એ છે કે, મહિન્દ્રાએ થારના પહેલી યૂનિટનું ઓનલાઇન ઓક્શન કર્યું હતું, જેમાંથી થયેલી આવક દાનમાં મોકલવામાં આવશે. થારનું પહેલું યૂનિટ 1.1 કરોડ રૂપિયામાં વેચાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *