હરિયાણા વિધાનસભામાં ખટ્ટર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો

0
5

હરિયાણાની વિધાનસભામાં આજે મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસ તરફથી ભાજપ-જેજેપી સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. વિધાનસભાના અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તાએ તેના પર ચર્ચા માટે બે કલાકનો સમય નિર્ધારિત કર્યો છે. પ્રશ્નકાળ પૂર્ણ થયા બાદ અધ્યક્ષે મંત્રીમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ સ્વિકારી છે.

વિધાનસભાના અધ્યક્ષે જણાવ્યું કે, મને વિપક્ષ નેતા અને કોંગ્રેસના 27 અન્ય ધારાસભ્યો તરફથી અવિશ્વાસનો પ્રસ્તાવ મળ્યો છે. અધ્યક્ષે નોટિસનો સ્વિકાર કરી ચર્ચા માટે બે કલાકનો સમય નક્કી કર્યો છે. હુડ્ડાએ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વવાળા હરિયાણા મંત્રિમંડળ સામે અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો છે.

આ પહેલા હુડ્ડાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અવિશ્વાસ પ્રસ્તાવથી લોકોને ખ્યાલ આવશે કે કેટલા ધારાસભ્યો સરકારની સાથે છે અને કેટલા ધારાસભ્યો ખેડુતોની સાથે છે.

90 સભ્યોની હરિયાણાની વિધાનસભામાં હાલમાં સભ્યોની કુલ સંખ્યા 88 છે જેમાં સત્તાધારી ભાજપના 40 અને જેજેપીના 10 અને કોંગ્રેસના 30 સભ્યો છે. જેજેપી સિવાય સાત અપક્ષ ધારાસભ્યો છે એક સભ્ય હરિયાણા લોકહિત પાર્ટીના છે. જેણે ભાજપને સમર્થન આપેલું છે.

ઉલ્લેખનિય છે કે, ખેડુત આંદોલનના લીધે જેજેપી પ્રમુખ દુષ્યંત ચૌટાલા પર સતત દબાણ વધી રહ્યું છે. જો જેજેપી પોતાનું સમર્થન પરત ખેંચી લે તો પણ રાજ્યમાં ભાજપની સરકાર બની રહી શકે છે. કારણ કે ભાજપનો દાવો છે કે તેની પાસે પાંચ અપક્ષ ધારાસભ્યોનો ટેકો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here